Breaking News: રશિયામાં નોકરીની ઓફર જીવલેણ સાબિત થઈ શકે છે… લાલચમાં ન આવો: વિદેશ મંત્રાલયે (MEA) ભારતીય નાગરિકોને ચેતવ્યા

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય નાગરિકોને રશિયન સેનામાં ફસાવવાના વધી રહેલા કિસ્સાઓને ધ્યાને રાખીને વિદેશ મંત્રાલયે (MEA) નવી એડવાઇઝરી જાહેર કરી છે. મંત્રાલયે ભારતીયોને સાવચેત કર્યા છે કે ટૂંકા ગાળાના પૈસાની લાલચમાં અનવેરિફાઇડ એજન્ટોના કહેવાથી રશિયન સૈન્યમાં ભરતી થવું જીવલેણ સાબિત થઈ શકે છે. નોકરીની કોઈપણ ઓફર સ્વીકારતા પહેલાં પૂરતી ચકાસણી કરવા સરકારે ભારપૂર્વક અપીલ કરી છે.

Breaking News: રશિયામાં નોકરીની ઓફર જીવલેણ સાબિત થઈ શકે છે… લાલચમાં ન આવો: વિદેશ મંત્રાલયે (MEA) ભારતીય નાગરિકોને ચેતવ્યા
| Updated on: Sep 30, 2026 | 9:37 PM

ભારતીય નાગરિકો રશિયન સેનામાં ફસાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ ભારત સરકારે એક નવી અને કડક એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે (MEA) ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ રશિયામાં રોજગારીની તકો શોધતી વખતે અત્યંત સાવધાની રાખે અને બિન-અધિકૃત કે શંકાસ્પદ લોકો દ્વારા આપવામાં આવતી ફેક જોબ ઑફર્સની જાળમાં બિલકુલ ન ફસાય.

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે વધુ પૈસા કમાવવાની લાલચમાં રશિયન સૈન્યમાં સામેલ થવું જીવલેણ સાબિત થઈ શકે છે; સરકારે નાગરિકોને આવું પગલું ન ભરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. અગાઉ કેટલાક ભારતીયો પોતાની મરજીથી રશિયન આર્મીમાં જોડાઈ ગયા હતા અને ત્યારબાદ યુદ્ધ મોરચે ફસાઈ જતાં તેમણે ભારત સરકાર સમક્ષ મુક્તિ માટે આજીજી કરી હતી. સરકારે એ પણ જણાવ્યું કે કેટલાક લોકોએ રશિયન પાસપોર્ટ મેળવવા અને ત્યાંની આર્મીમાં જોડાવવા માટે પોતાની ભારતીય નાગરિકતા છોડી દેવાના પ્રયાસો પણ કર્યા હતા.

જોબ ઑફર મળે તો સંપૂર્ણ ચકાસણી કરો

સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવા પગલાંની ગંભીરતાને સમજે અને ધ્યાનમાં રાખે કે આનાથી તેમનો જીવ કાયમ માટે જોખમમાં મુકાઈ શકે છે. એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે સરકારના ધ્યાને આવ્યું છે કે એનજીઓ (NGO) અને સ્વયંસેવી જૂથો સહિતની કેટલીક સંસ્થાઓ વિદેશી નાગરિકોને રશિયન આર્મી માટે રિક્રૂટ કરી રહી છે. આથી, ભારતીય નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ નોકરીનો સ્વીકાર કરતાં પહેલાં તેની સંપૂર્ણ કાયદેસરતા તપાસી લે.

સાવધાની રાખવાની આપી સલાહ

સરકારે ચેતવણી આપી છે કે ટૂંકા ગાળાના આર્થિક લાભ માટે લેવાયેલા આવા ખોટા નિર્ણયોના પરિણામો અત્યંત ગંભીર અને જીવલેણ બની શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ભારપૂર્વક જણાવ્યું કે બિન-નોંધાયેલા (અનરજિસ્ટર્ડ) એજન્ટો કે સંસ્થાઓ મારફતે આવતી ઑફર્સથી ખૂબ સાવચેત રહેવું જરૂરી છે. ભારત સરકાર હાલ રશિયન સેનામાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને વહેલી તકે સુરક્ષિત પરત લાવવા માટે રશિયન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

ધુમાડો એક સાઇલેન્સરમાંથી નીકળે છે, તો કારમાં બે સાઇલેન્સર કેમ આપેલા હોય છે? આ છે તેની પાછળનું મોટું કારણ

Follow Us
Loading...
Unable to load recommendations.