AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધુમાડો એક સાઇલેન્સરમાંથી નીકળે છે, તો કારમાં બે સાઇલેન્સર કેમ આપેલા હોય છે? આ છે તેની પાછળનું મોટું કારણ

આજકાલ નવી કારોમાં પાછળ બે ચમકદાર સાઇલેન્સર દેખાતા હોવા છતાં ધુમાડો એકમાંથી જ નીકળતો જોવા મળે છે. ઘણી કારોમાં તો પાછળ દેખાતું સાઇલેન્સર સંપૂર્ણપણે નકલી (ફેક એક્ઝોસ્ટ) હોય છે અને અસલી પાઇપ નીચે છુપાયેલી હોય છે. કંપનીઓ કારના લુક, સ્પેસ મેનેજમેન્ટ અને ખર્ચ ઘટાડવા માટે આવું કેમ કરે છે? સાથોસાથ પ્રીમિયમ પેટ્રોલ, એન્જિન વોર્મ-અપ અને ઓઇલ બદલવાની સામાન્ય માન્યતાઓ પાછળનું વિગતવાર સાચું કારણ વાંચો.

| Updated on: Sep 30, 2026 | 9:25 PM
Share
આજકાલ માર્કેટમાં આવતી ઘણી નવી કારોમાં પાછળ જે ચમકદાર સાઇલેન્સર (એક્ઝોસ્ટ ટિપ) જોવા મળે છે, તે ઘણી વખત અસલી હોતી નથી. વાસ્તવિક એક્ઝોસ્ટ પાઇપ કારના તળિયે નીચે છુપાયેલી હોય છે. તેનું સૌથી મોટું કારણ કારની આધુનિક ડિઝાઇન અને સ્પેસ મેનેજમેન્ટ છે.

1 / 7
એન્જિન, ફ્યુઅલ ટેન્ક, વ્હીલ્સ અને સુરક્ષા માળખા (ચેસિસ) જેવા મહત્વના પાર્ટ્સને કારણે સાચી પાઇપને ઇચ્છિત જગ્યા સુધી લાવવી ઘણીવાર એન્જિનિયરિંગની દ્રષ્ટિએ મુશ્કેલ બને છે. બમ્પરમાં ડમી કે ફેક સાઇલેન્સર ટિપ લગાવીને કંપનીઓ કારને સ્પોર્ટી લુક આપી શકે છે અને અંદરની જગ્યાનું મેનેજમેન્ટ પણ સરળ બનાવી શકે છે.

2 / 7
નકલી સાઇલેન્સરથી કંપનીનો ઉત્પાદન ખર્ચ પણ ઘટે છે: નકલી સાઇલેન્સર માત્ર દેખાડા કે શો-ઓફ માટે જ નથી હોતા, પરંતુ તેનાથી કંપનીનો ઉત્પાદન ખર્ચ પણ ઘટે છે. અસલી પાઇપને કારના બમ્પરમાં બહાર દેખાતી જગ્યા સુધી પહોંચાડવા માટે વધુ વળાંકો, કસ્ટમ બેન્ડિંગ અને જટિલ મેન્યુફેક્ચરિંગની જરૂર પડે છે. તેની સરખામણીએ બમ્પરમાં નકલી ક્રોમ ટિપ લગાવવી ઘણી સરળ અને સસ્તી પડે છે. ભવિષ્યમાં આવા મોડેલ્સ વધવાની શક્યતા છે, જોકે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) ના વધતા વ્યાપ સાથે સાઇલેન્સરની જરૂરિયાત જ ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે.

3 / 7
શું સાઇલેન્સરથી કારનો અવાજ બદલાઈ શકે છે?: અસલી સાઇલેન્સરનું કદ અને બનાવટ કારના એક્ઝોસ્ટ સાઉન્ડ પર ચોક્કસ અસર કરે છે. પાઇપની લંબાઈને કારણે અવાજ થોડો ભારે (બેઝવાળો) સંભળાઈ શકે છે. નીચે તરફ વળેલી પાઇપ અવાજને જમીન સાથે અથડાવીને પરાવર્તિત કરવાની રીત બદલી શકે છે. જોકે, તેનો અર્થ એવો નથી કે ફેક્ટરી સાઇલેન્સરથી કાર બહુ મોટો ઘોંઘાટ કરશે. બજારમાં સ્ટ્રેટ કટ, એંગલ્ડ કટ, રોલ્ડ એજ અને ડબલ વોલ જેવા વિવિધ પ્રકારના સાઇલેન્સર ડિઝાઇન જોવા મળે છે.

4 / 7
મોંઘું પ્રીમિયમ પેટ્રોલ દરેક કાર માટે જરૂરી નથી: ઘણા વાહનચાલકો એવું માને છે કે મોંઘું કે ઊંચા ઓક્ટેન વાળું પેટ્રોલ હંમેશાં કાર માટે વધુ સારું હોય છે, પરંતુ આ માન્યતા ખોટી છે. હાઇ-પરફોર્મન્સ કે સ્પોર્ટ્સ કારોમાં કંપની ખાસ ગ્રેડનું પેટ્રોલ વાપરવાની ભલામણ કરે છે, સામાન્ય કમ્યુટર કારોમાં તેની કોઈ ખાસ જરૂર હોતી નથી. આજના આધુનિક એન્જિન ફ્યુઅલ બર્નિંગ જાતે જ કંટ્રોલ કરી લે છે. તેથી હંમેશાં કારની મેન્યુઅલ બુકમાં કંપનીએ સૂચવ્યા મુજબનું જ ઇંધણ વાપરવું હિતાવહ છે.

5 / 7
કાર ચલાવતા પહેલાં લાંબો સમય સ્ટાર્ટ રાખી રાખવી જરૂરી નથી: જૂના જમાનાની કારોમાં એન્જિન સ્ટાર્ટ કર્યા બાદ તેને થોડીવાર ઊભી રાખીને 'વોર્મ-અપ' કરવું જરૂરી માનવામાં આવતું હતું, કારણ કે તે સમયનું એન્જિન ઓઇલ ઠંડીમાં ઘટ્ટ થઈ જતું હતું અને ફરતા ભાગો સુધી પહોંચવામાં સમય લેતું હતું. આજના આધુનિક એન્જિન અને સિન્થેટિક ઓઇલમાં આ સમસ્યા નથી. ગાડી સ્ટાર્ટ કર્યા બાદ માત્ર 30 સેકન્ડ ઊભા રહીને શરૂઆતમાં ધીમી ગતિએ ચલાવવી એ શ્રેષ્ઠ રીત છે. લાંબા સમય સુધી આઇડલિંગ (ગાડી ઊભી રાખીને એન્જિન ચાલુ રાખવું) કરીને પેટ્રોલ બાળવાની જરૂર નથી.

6 / 7
દર 3000 કિલોમીટરે ઓઇલ બદલવું જરૂરી નથી: કારનું એન્જિન ઓઇલ માત્ર કિલોમીટર જોઈને જ બદલવું જોઈએ નહીં. એન્જિનનો પ્રકાર, વપરાયેલ ઓઇલનો ગ્રેડ (સિન્થેટિક કે મિનરલ) અને કંપનીની ગાઇડલાઇન પર ધ્યાન આપવું જોઈએ. નવી ટેકનોલોજીની કારોમાં વપરાતું આધુનિક ઓઇલ 10,000 કિમી કે તેથી વધુ સમય સુધી ચાલે છે. આ ઉપરાંત, જૂના ગંદા ઓઇલમાં માત્ર ઉપરથી નવું ઓઇલ ટોપ-અપ કરતા રહેવું પૂરતું નથી. સમયાંતરે સંપૂર્ણ ઓઇલ બદલવું અને સર્વિસ બુકના નિયમોનું પાલન કરવું એન્જિનની ઉંમર વધારે છે.

7 / 7

આ છે દુનિયાના સૌથી મોંઘા ફળો, એકની કિંમત ₹22 લાખ: જાણો ક્યાં થાય છે આ દુર્લભ ફળોની ખેતી

Follow Us
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

g clip-path="url(#clip0_868_265)">