Breaking News : 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 25 મેના રોજ એવોર્ડ આપશે

Padma Awards 2026 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાની 25મી તારીખે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારો રજૂ કરશે, જેમાં કુલ 131 લોકોને સન્માનિત કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે.

Breaking News  : 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 25 મેના રોજ એવોર્ડ આપશે
| Updated on: May 18, 2026 | 8:56 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 25મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2026ના પદ્મ પુરસ્કાર એવોર્ડ આપશે. આ વર્ષે 131 પદ્મ સમ્માન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી એવોર્ડ સામેલ છે. 19 મહિલાઓને સન્માનિત કરાશે. જ્યારે 16 લોકોને મરણોપરાંત પુરસ્કાર મળશે.

1954માં શરુ થઈ હતી પદ્મ પુરસ્કારની શરુઆત

પદ્મ પુરસ્કાર દેશનો સર્વોચ્ચ નાગરિક સમ્માનમાં સામેલ છે. વર્ષ 1954માં શરુ થયેલા આ પુરસ્કાર દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર જાહેર કરવામાં આવે છે. આ પુરસ્કારનો ઉદ્દેશ્ય અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાનો છે. કળા, સાહિત્ય, શિક્ષણ, રમત,સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, જાહેર વહીવટ અને વ્યવસાય અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે.

 

 

પ્રવીણ કુમારને મળશે પદ્મ શ્રી

અનસંગ હીરોજ વર્ગમાં પદ્મ શ્રી મેળવનાર ઉંચી કુદના ખેલાડી પ્રવીણ કુમારએ લોકોમાંથી એક છે. જેમણે પોતાની શારીરિક નબળાઈને પોતાના કરિયરમાં તાકતમાં બદલી છે. તેમજ ભારતીય પૈરા રમતની દિશા બદલી છે.

ગૌતમબુદ્ધ નગર જિલ્લાના ઝેવરના એક મધ્યમવર્ગીય પરિવારમાં 15 મે 2003ના રોજ જન્મેલા પ્રવીણને એક પગ નાનો હતો પરંતુ તે આ નબળાઈને તેમણે પોતાની શક્તિ બનાવી હતી. કોચ સત્યપાલ સિંહના માર્ગેદર્શનમાં તેમણે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લીધી હતી. જેમાં તેના કૌશલ્યએ તેને દુનિયાના ટોના પેરા ખેલાડીઓની લિસ્ટમાં સામેલ થયો છે.

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહ દરમિયાન ઉંચી કુદમાં પૈરાઓલિમ્પિક ચેમ્પિયન પ્રવીણને પદ્મશ્રીથી સન્માનિત કરશે.જ્યારે કોઈને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે છે, ત્યારે ભારતના રાષ્ટ્રપતિ તેને પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરે છે.આ માત્ર એક સન્માન છે જે ભારત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સારું કામ કરવા બદલ આપવામાં આવે છે. માત્ર પદ્મશ્રી જ નહીં, કોઈ પણ પદ્મ પુરસ્કારમાં પૈસા આપવામાં આવતા નથી.

President Draupadi Murmuના પરિવારમાં કોણ કોણ છે? જાણો તેમના પરિવારના સંઘર્ષની કહાણી અહી ક્લિક કરો

Follow Us