Breaking News: પ્રયાગરાજ: અતીક અહેમદ ગેંગના શૂટર અસદ કાલિયાની ધરપકડ

પ્રયાગરાજ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અતીક અહેમદ ગેંગના શૂટર અસદ કાલિયાની ધરપકડ કરી લીધી છે. તેની પર 50 હજાર રૂપિયાનું ઈનામ હતું. પ્રયાગરાજ પોલીસે તેને ઝડપી લીધો છે.

Breaking News: પ્રયાગરાજ: અતીક અહેમદ ગેંગના શૂટર અસદ કાલિયાની ધરપકડ
Atiq Ahmed`s close Asad Kalia arrested
Follow Us:
| Updated on: Apr 19, 2023 | 1:01 PM

પ્રયાગરાજ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અતીક અહેમદ ગેંગના શૂટર અસદ કાલિયાની ધરપકડ કરી લીધી છે. તેની પર 50 હજાર રૂપિયાનું ઈનામ હતું. પ્રયાગરાજ પોલીસે તેને ઝડપી લીધો છે.

ત્રણ હત્યારાઓના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

અતીક અહેમદ અને અશરફના ત્રણ હત્યારાઓના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જોકે, કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવશે તે અંગે કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. SIT દ્વારા કોર્ટમાં 14 દિવસના કસ્ટોડિયલ રિમાન્ડની અરજી કરવામાં આવી હતી. અરજીમાં હત્યાના કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની ધરપકડની સાથે જરૂરી પુરાવાઓ રિકવર કરવાની પણ વાત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે એસઆઈટી ત્રણેય આરોપીઓને હત્યાના સ્થળે લઈ જશે, જ્યાં તેઓ દ્રશ્ય ફરી ઉભુ કરવામાં આવશે.

આ પણ વાંચો: Atiq-Ashraf Murder: ડી-2 ગેંગના બાબરે અતીક-અશરફ પર 13 ગોળીઓ ચલાવનારી પિસ્તોલ આપી હતી, STFનો ખુલાસો

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સુત્રો જણાવ્યા અનુસાર પોલીસને કોર્ટમાં ત્રણેય આરોપીઓ પર હુમલાના ઈનપુટ મળ્યા હતા. જેના કારણે તેમના પર કોઈ હુમલો ન થાય તે માટે પોલીસે આ અંગે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. કોર્ટમાં સુરક્ષા વ્યવસ્થાનો અંદાજ તમને એ વાત પરથી મળી શકે છે કે અતીક-અશરફની હાજરી સમયે કોર્ટમાં જેટલા પોલીસકર્મીઓ તૈનાત હતા તેના કરતા વધુ પોલીસકર્મીઓ હાલ તેમના આરોપીઓને લઈને કોર્ટમાં તૈનાત થયા હતા.

માફિયા અતીકની હત્યા બાદ કોને મળશે તેની કરોડોની મિલકત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અતીકની કુલ સંપત્તિ 1200 કરોડની આસપાસ છે. તેની પાસે ઘણી ગેરકાયદેસર અને બિનજરૂરી મિલકતો છે. અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર પહેલા ઈડીએ અતીક અને તેના નજીકના સાથીદારો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ EDને 15 સ્થળોએથી 100થી વધુ ગેરકાયદેસર અને બેનામી મિલકતોના કાગળો મળ્યા હતા. આ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે તેણે લખનૌ અને પ્રયાગરાજના પોશ વિસ્તારોમાં ઘણી પ્રોપર્ટી ખરીદી છે. આ મિલકતો અતીકના નામે અથવા તેના પરિવારના સભ્યોના નામે છે.

એક અહેવાલ મુજબ જ્યારથી યુપી પોલીસ અને વહીવટીતંત્રે ગેંગસ્ટર એક્ટ હેઠળ માફિયા અતીકની સંપત્તિની તપાસ કરી છે, જે ડેટા સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. ED અનુસાર અતીકે જે પ્રોપર્ટી ખરીદી હતી તે સર્કલ રેટ કરતા ઘણી ઓછી કિંમતે તેના નામે હતી.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">