AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુંબઈ-દિલ્હીના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ એજન્સીઓ એલર્ટ મોડ પર

કોલ મળ્યા બાદ પોલીસ અને અન્ય એજન્સીઓ કામમાં લાગી ગઈ છે અને સમગ્ર એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને કંઈપણ શંકાસ્પદ મળી આવ્યુ નથી. ત્યારે હવે પોલીસ ફોન કરનારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ માહિતી કોણે અને શા માટે આપી હતી.

Breaking News: મુંબઈ-દિલ્હીના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ એજન્સીઓ એલર્ટ મોડ પર
breaking news bomb blasts threat
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 4:52 PM
Share

મુંબઈ પોલીસ કંટ્રોલને અન્ય રાજ્યના એક પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી કે ગઈકાલે બપોરે 3.30 વાગ્યાની આસપાસ તેમને એક ફોન આવ્યો હતો જેમાં કોલ કરનારે દાવો કર્યો છે કે મુંબઈ અને દિલ્હી ડોમેસ્ટિક એરપોર્ટ અને ઈન્ટરનેશનલ પર બોમ્બ બ્લાસ્ટ થવાની આશંકા છે.

ત્યારે આ કોલ મળ્યા બાદ પોલીસ અને અન્ય એજન્સીઓ કામમાં લાગી ગઈ છે અને સમગ્ર એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને કંઈપણ શંકાસ્પદ મળી આવ્યુ નથી. ત્યારે હવે પોલીસ ફોન કરનારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ માહિતી કોણે અને શા માટે આપી હતી.

મુંબઈ- દિલ્હી એરપોર્ટ પર બ્લાસ્ટની આશંકા

મુંબઈ અને દિલ્હીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટોના સમાચારે બંને રાજધાનીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ કંટ્રોલને હરિયાણાના ઉદ્યોગ વિહાર, ગુરુગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીનો ફોન આવ્યો હતો, જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે તેઓને ગઈકાલે બપોરે 3.30 વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો હતો, જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે “ડોમેસ્ટિક એરપોર્ટ અને ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ તેમજ દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ અથવા કોઈ મોટી ઘટના બની શકે છે.

એરપોર્ટ પર કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી

આ ધમકીભર્યા કોલ મળ્યા બાદ બન્ને જગ્યાએ પોલીસ વિભાગ અને અન્ય એજન્સીઓ પેટ્રોલિંગ વધારી દીધુ છે અને સમગ્ર એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી. પરંતુ ઝીણવટભરી તપાસ બાદ પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ માહિતી કોણે અને શા માટે આપી તે અંગે પોલીસ અજાણ્યા ફોન કરનારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે મુંબઈ પોલીસ ઝોન 8 ના ડીસીપી દીક્ષિત ગેડમે જણાવ્યું હતું કે સહાર પોલીસે આઈપીસીની કલમ 506(2) અને 505(1) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આ બાબતની તપાસ કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">