Breaking News : લોકતંત્રને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી, જેમણે ખતમ કરવાનો પ્રયાસ કર્યો તેમને જનતાએ ખતમ કરી નાખ્યાઃ અમિત શાહ

વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા એક સંશયનો ઉત્તર આપતા અમિત શાહે કહ્યું કે, દેશમાં જાતિ જણગણના કરવાનો નિર્ણય મોદી કેબિનેટ કર્યો છે. આગામી વસ્તી ગણતરી જાતિ વસ્તી ગણતરી જ થશે. સૌ કોઈ જાણે છે કે, વસ્તી ગણતરી બે ચરણમાં થાય છે. હાલમાં પહેલો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં પહેલા બિલ્ડીગની ગણતરી થાય છે. ઈમારતોની અત્યાર સુધીમાં કોઈ જાતિ નક્કી કરવામાં આવી નથી. જો બિલ્ડીગની જાતિ નક્કી કરાશે તો અમે બિલ્ડીગની પણ જાતિ ગણતરી કરીશું.

Breaking News : લોકતંત્રને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી, જેમણે ખતમ કરવાનો પ્રયાસ કર્યો તેમને જનતાએ ખતમ કરી નાખ્યાઃ અમિત શાહ
| Edited By: | Updated on: Apr 16, 2026 | 6:44 PM

લોકસભામાં મહિલાને 33 ટકા અનામત આપવા અંગેના બિલ ઉપર કરાયેલ ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, વિપક્ષ દ્વારા એવું કહેવામા આવ્યું કે, સત્તા ટકાવી રાખવા માટે ડિલિમિટેશનનુ સુધારા બિલ લાવવામાં આવ્યુ છે. પરંતુ મારે કહેવુ છે કે, દેશના નાગરિકાના મતથી અને તેમના મનથી જ સત્તામાં કોણ બેસે તે નક્કી થાય છે. આ દેશમાંથી લોકતંત્ર ખતમ કરવાની કોઈની પણ તાકાત નથી, જેમણે લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ કર્યો તેમને જનતાએ જ ખતમ કરી નાખ્યાં હતા.

વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા એક સંશયનો ઉત્તર આપતા અમિત શાહે કહ્યું કે, દેશમાં જાતિ જણગણના કરવાનો નિર્ણય મોદી કેબિનેટ કર્યો છે. આગામી વસ્તી ગણતરી જાતિ વસ્તી ગણતરી જ થશે. સૌ કોઈ જાણે છે કે, વસ્તી ગણતરી બે ચરણમાં થાય છે. હાલમાં પહેલો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં પહેલા બિલ્ડીગની ગણતરી થાય છે. ઈમારતોની અત્યાર સુધીમાં કોઈ જાતિ નક્કી કરવામાં આવી નથી. જો બિલ્ડીગની જાતિ નક્કી કરાશે તો અમે બિલ્ડીગની પણ જાતિ ગણતરી કરીશું.

અમિત શાહે, સંસદમાં મહિલા અનામત બિલ પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, તમિલનાડુ-પશ્ચિમ બંગાળમાં ચૂંટણી છે એ સમયે આ બિલ લાવવામાં આવ્યું છે. પરંતુ હુ એ કહેવા માગુ છુ કે ડિલિમિટેશનના અહેવાલ ઉપર ગૃહ મંજૂરી આપે અને તેના પર રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે તેનો અમલ કરાશે. એટલે 2029માં આ લાગુ પડે તેવી સ્થિતિ છે.

Breaking News : વિપક્ષને પીએમ મોદીની ઓફર, લોકસભામાં 33 ટકા મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો, સરકારી ખર્ચે છાપામાં ફોટા છપાવો

Published On - 6:39 pm, Thu, 16 April 26

Follow Us