AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આજે ગુજરાત સહિત દેશભરમાં 8 લાખ મેડિકલ સ્ટોર બંધ રહેશે, જાણો શું છે કારણ

ઓનલાઈન દવાઓના વેચાણનાં વિરોધમાં આજે દેશભરમાં મેડિકલ સ્ટોર બંધ રહેશે,ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહેશે.દેશભરમાં અંદાજે 7 થી 8 લાખ મેડિકલ સ્ટોર બંધ રહી શકે છે.

Breaking News  : આજે ગુજરાત સહિત દેશભરમાં 8 લાખ મેડિકલ સ્ટોર બંધ રહેશે, જાણો શું છે કારણ
| Updated on: May 20, 2026 | 9:16 AM
Share

દેશભરમાં ઓનલાઈન અને ઈ ફાર્મસી પ્લેટફોર્મ પર દવાના વેચાણના વિરોધમાં ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્રસ એન્ડ ડ્રગિસ્ટ્સે 20 મેના રોજ દેશમાં બંધની જાહેરાત કરી છે. સંગઠનનો દાવો છે કે, આ દરમિયાન આ દરમિયાન દેશભરમાં અંદાજે 7 થી 8 લાખ મેડિકલ સ્ટોર બંધ રહી શકે છે. ઇમરજન્સી દવા સેવાઓ ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે, ગુજરાતના પણ 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહેશે, અમદાવાદના અંદાજે 3000 જેટલા સ્ટોર્સ બંધ રહેશે.

ઓનલાઈન દવાઓના વેચાણનાં વિરોધમાં આજે દેશભરમાં મેડિકલ સ્ટોર બંધ રહેશે, ઈ ફાર્મસીનાં વધતાં વ્યાપનો કેમિસ્ટ એસોસિએશનને વિરોધ કર્યો છે.જો કે આ બંધ દરમ્યાન ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા સ્ટોર ચાલુ રહેશે.નકલી દવાના વેચાણ સામે કાયદો ઘડવા માટે માંગણી કરાઈ , હડતાળ દરમિયાન ઈમરજન્સી કેસ માટે દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં હોસ્પિટલના મેડિકલ ચાલુ રહેશે, દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર પણ ચાલુ રખાશે. હડતાળના કારણે સામાન્ય પ્રજાને મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રખાશે.

કારોબાર થયો પ્રભાવિત

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ના સૂત્રો કહે છે કે ઘણા રાજ્ય-સ્તરીય રિટેલ ફાર્મસી એસોસિએશનો હડતાળથી પોતાને દૂર રાખી રહ્યા છે. તેમજ વાઓની ઉપલબ્ધતા સામાન્ય રહેશે. દિલ્હી રિટેલ ડિસ્ટ્રિબ્યુશન કેમિસ્ટ્સ એલાયન્સ (RDCA) ના પ્રમુખ સંદીપ નાંગિયાએ જણાવ્યું હતું કે, ઓનલાઈન પ્લેટફોર્મ ઊંડા ડિસ્કાઉન્ટ અને ઝડપી ડિલિવરી ઓફર કરીને નાના મેડિકલ સ્ટોર્સના વ્યવસાયને અસર કરી રહ્યા છે.

ત્રણ મુખ્ય માંગણીઓ

AIOCDના રાષ્ટ્રીય પ્રમુખ જે.એસ. શિંદે અને મહામંત્રી રાજીવ સિંઘલના જણાવ્યા અનુસાર, સરકારની નીતિઓ રિટેલ દવા વેપારીઓના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. કેમિસ્ટ એસોસિએશનની ત્રણ મુખ્ય માંગણીઓ છે,કોરાના મહામારી દરમિયાન લાગુ કરાયેલી સૂચના GSR 220 સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ.ઓનલાઈન કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલા ડિસ્કાઉન્ટને રોકવામાં આવે. અથવા ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરમાં સંશોધન કરી રિટેલરોના માર્જિન વધારવું જોઈએ જેથી તેઓ પણ સ્પર્ધાત્મક રહી શકે.

ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, ગુજરાત, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદ્દાખના રિટેલ ફાર્મસી એસોસિએશનોએ લેખિત ખાતરી આપી છે કે તેમના રાજ્યોમાં ફાર્મસીઓ ખુલ્લી રહેશે અને દવાઓની કોઈ અછત રહેશે નહીં.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
g clip-path="url(#clip0_868_265)">