
તિબેટથી આવતા પૂરના પાણીએ નેપાળમાં ભારે તબાહી મચાવી છે, જેની પીડા દાયકાઓ સુધી યાદ રહેશે. નેપાળમાં તબાહી મચાવ્યા પછી, તિબેટથી આવતું આ વિનાશક પાણી હવે ભારત તરફ આગળ વધી ગયું છે. આ જ કારણ છે કે ,ભારતમાં બિહાર અને ઉત્તર પ્રદેશ વચ્ચેની આશરે 1,700 કિલોમીટરની સરહદ એલર્ટ પર છે. ખાસ કરીને બિહારના 9 જિલ્લા અને યુપીના 7 જિલ્લામાં હાઈઅલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બિહારની પશ્ચિમી ચંપારણમાં ગંડક નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધાવાથી 36 ગેટ ખોલવામાં આવ્યા છે. આ સાથે નદી કિનારાનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સ્થિતિ એટલી સંવેદનશીલ છે કે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલર્ટ મોડમાં છે. આ સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ એક્ટિવ છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બંને રાજ્યમોમાં નદીની સ્થિતિ વિશે વાત કરી છે.શાહે કહ્યું કે નેપાળમાં પૂરથી થયેલ વિનાશ હૃદયદ્રાવક હતો. તેમણે કહ્યું કે તેમણે બિહાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે આ આપત્તિ વિશે વાત કરી છે.
બિહારના જે 9 જિલ્લા હાઈ અલર્ટ પર છે. તેના વિશે જો આપણે વાત કરીએ તો. તેમાં પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, ગોપાલગંજ,મુઝ્ફ્ફરપુર, સીવાન, સારણ, શિવહર,સીતામઢી અને વૈશાલી સામેલ છે.
મહારાજગંજ, કુશીનગર, પીલીભીત, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, ગોરખપુરમાં એલર્ટ છે.
નેપાળમાં આવેલા પૂરે ફરી એકવાર સાબિત કર્યું છે કે હિમાલયની આપત્તિ ભારત માટે પણ આપત્તિ બની શકે છે. હાલમાં, બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારો માટે ગંડક નદી સૌથી મોટો ખતરો છે. વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ નદીના પાણીના સ્તર અને નેપાળથી આવતા પાણીના પ્રવાહ પર નજર રાખવા માટે આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીએ શક્ય તમામ માનવીય અને રાહત સહાયનું પણ આશ્વાસન આપ્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ આ માહિતી શેર કરતા લખ્યું, આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો નેપાળમાં તેમના ભાઈઓ અને બહેનો સાથે એકતામાં ઉભા છે. ભારત નેપાળને શક્ય તમામ માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. અમારી ટીમો બચાવ અને રાહત કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી છે.