Breaking News : ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, આ શહેરમાં 45 ડિગ્રીએ પહોંચ્યો પારો, જુઓ Video

ગુજરાત સહિચ દેશભરમાં ઊનાળો બરાબર જામ્યો છે. દેશના ઘણા ભાગોમાં ગરમીનું મોજું ફેલાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી પડી રહી છે. 17 એપ્રિલ, 2026ના રોજ બાંદા 45°C તાપમાન નોંધાવનાર પ્રથમ શહેર બન્યું છે. વિદર્ભના વર્ધામાં પણ તાપમાન 45°C સુધી પહોંચી ગયું. દિલ્હીમાં તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને ઘણા વિસ્તારોમાં ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

Breaking News : ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, આ શહેરમાં 45 ડિગ્રીએ પહોંચ્યો પારો, જુઓ Video
| Edited By: | Updated on: Apr 21, 2026 | 1:26 PM

ગુજરાત સહિચ દેશભરમાં ઊનાળો બરાબર જામ્યો છે. દેશના ઘણા ભાગોમાં ગરમીનું મોજું ફેલાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી પડી રહી છે. 17 એપ્રિલ, 2026ના રોજ બાંદા 45°C તાપમાન નોંધાવનાર પ્રથમ શહેર બન્યું છે. વિદર્ભના વર્ધામાં પણ તાપમાન 45°C સુધી પહોંચી ગયું. દિલ્હીમાં તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને ઘણા વિસ્તારોમાં ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

દેશના અનેક રાજ્યોમાં તાપમાન વધવાની આગાહી

દેશમાં ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 5 દિવસ દરમિયાન 11 રાજ્યોમાં લૂ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 21થી 25 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો આસમાને જઈ શકે છે. ગુજરાત, દિલ્લી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં પણ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.

બીજી તરફ આસામ, મેઘાલય સહિત પૂર્વોત્તર રાજ્યો અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે દેશના વિવિધ ભાગોમાં હવામાનમાં ભારે ફેરફાર જોવા મળશે.

પૂર્વી ઉત્તર પ્રદેશમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો

હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધર અનુસાર દેશના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિદર્ભ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. નાગપુર, ગોંદિયા અને અમરાવતી સહિતના વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો છે, જેના કારણે સમગ્ર વિદર્ભ પ્રદેશમાં તીવ્ર ગરમી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

 પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, વારાણસી, સુલતાનપુર અને ફુરસતગંજ જેવા શહેરોમાં પણ ગરમીનો અસરકારક પ્રભાવ જોવા મળી રહ્યો છે. આગાહી મુજબ આગામી દિવસોમાં વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં તાપમાન વધુ ઊંચું રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

21 થી 24 એપ્રિલ દરમિયાન ઓડિશામાં પણ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં હાલ તાપમાન થોડું ઓછું રહેવાની ધારણા છે. આ સાથે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે લોકોને બપોરના સમયે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News: અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં હિંસક ઘટના, બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું

Published On - 11:48 am, Tue, 21 April 26

Follow Us