AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં હિંસક ઘટના, બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થી પર પરિકરથી હુમલો કરતા વિદ્યાર્થીની આંખ ફુટી ગઈ છે.

Breaking News: અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં હિંસક ઘટના, બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું
ahmedabad ishanpur school
| Updated on: Apr 21, 2026 | 11:01 AM
Share

અમદાવાદ શહેરમાં શાળાઓની સુરક્ષાને લઈને ફરી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થી પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

વિદ્યાર્થીની આંખમાં માર્યું પરિકર

માહિતી મુજબ, શાળામાં પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્રીજો વિદ્યાર્થી તેમને શાંત કરાવવા વચ્ચે પડ્યો હતો. જોકે, આ દરમિયાન એક વિદ્યાર્થીએ પરિકરથી હુમલો કરતાં વચ્ચે પડનાર વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. આંખમાં પરિકર વાગતા વિદ્યાર્થીને દેખાતુ બંધ થઈ ગયું છે.

વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ

ઈજાના કારણે વિદ્યાર્થીને દેખાવામાં પણ તકલીફ પડી રહી છે. ઘટનાના પગલે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા નારોલ પોલીસ પણ શાળાએ પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે સમગ્ર ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બાદ માતા-પિતા અને સ્થાનિકોમાં શાળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.

બે વિદ્યાર્થીઓના ઝઘડાનો ભોગ બન્યો ત્રીજો વિદ્યાર્થી

શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. અને ખૂબ જ ભયાવહ ઘટનાક્રમ નારોલ-વટવા રોડ પર આવેલ ઈસનપુર પબ્લિક સ્કૂલમાંથી સામે આવી છે. નારોલમાં રહેતો અને ધો-8માં અભ્યાસ કરતો એક 14 વર્ષનો સગીર અન્ય વિદ્યાર્થીઓના ઝઘડાનો “ભોગ” બની ગયો. સોમવારે પરીક્ષા પત્યા બાદ બે વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ હતી. જેમાં પોતાના મિત્રને બચાવવા પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર વાગી જતા ગંભીર ઈજા થઈ છે.

અગાઉ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં પર આવી હિંસક ઘટના સામે આવી હતી. જેમાં એક વિદ્યાર્થીએ અદાવાત રાખી બીજા વિદ્યાર્થીના પેટના ભાગે ચપ્પાના ઘા જીકતા વિદ્યાર્થીનું મૃત્યું થયુ હતુ.

Breaking News : ધંધુકા ફેરવાયું પોલીસ છાવણી, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું! જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">