Breaking News : ત્રિપુરા અને મેઘાલયની ચૂંટણીની તારીખોમાં થયો ફેરફાર, આ તારીખે થશે મતદાન

ત્રિપુરા અને મેઘાયલમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખોમાં ફેરફાર થયો છે. મળતી માહિતી અનુસાર, ત્રિપુરામાં 27 ફેબ્રુઆરી અને મેઘાલયમાં 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી માટે મતદાન થશે.

Breaking News : ત્રિપુરા અને મેઘાલયની ચૂંટણીની તારીખોમાં થયો ફેરફાર, આ તારીખે થશે મતદાન
Election Commission OfficeImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 4:03 PM

ભારતના ચૂંટણી પંચ તરફ હાલમાં મહત્વના સમચાર સામે આવી રહ્યા છે. ત્રિપુરા અને મેઘાયલમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખોમાં ફેરફાર થયો છે. મળતી માહિતી અનુસાર, ત્રિપુરામાં 27 ફેબ્રુઆરી અને મેઘાલયમાં 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી માટે મતદાન થશે.આ વર્ષે દેશના ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત હાલમાં જ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચે 11 થી 14 જાન્યુઆરી સુધી ત્રણેય પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન, પંચે રાજકીય પક્ષો અને રાજ્ય, કેન્દ્રીય સુરક્ષા અને નાગરિક અધિકારીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી.

આ પહેલા ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ હવે આ તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રિપુરામાં 27 ફેબ્રુઆરી અને મેઘાલયમાં 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી માટે મતદાન થશે. ચૂંટણીની તારીખોમાં ફેરફાર કેમ કરવામાં આવ્યો તેની પાછળનું કારણ હાલમાં જાણવા મળ્યું નથી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

2 માર્ચે જાહેર થશે ત્રણેય રાજ્યોના પરિણામ

ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. 2 માર્ચે પરિણામ આવશે. તમને જણાવી દઈએ કે ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. હાલમાં ત્રિપુરામાં ભાજપની સરકાર છે. નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. અહીં વિધાનસભાની 60 બેઠકો છે.

હાલમાં નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીની સરકાર છે અને નેફિયુ રિયો મુખ્યમંત્રી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં અહીંની હરીફાઈ ખૂબ જ રસપ્રદ રહી હતી. ચૂંટણી પહેલા સમીકરણો અલગ હતા, જ્યારે ચૂંટણી પછી ગઠબંધન અલગ થઈ ગયું. મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે અને પરિણામ 2 માર્ચે જાહેર થશે. મેઘાલયમાં વર્તમાન સરકારનો કાર્યકાળ 15 માર્ચે પૂરો થઈ રહ્યો છે. મેઘાલયમાં 60 વિધાનસભા બેઠકો છે.

મેઘાલયમાં એનપીપીના નેતા કોનાર્ડ સંગમા મુખ્યમંત્રી

જ્યારે મેઘાલયમાં એનપીપીની સરકાર છે. જેમાં એનપીપીના નેતા કોનાર્ડ સંગમા રાજ્યના મુખ્યમંત્રી છે. 60 સભ્યોની વિધાનસભામાં વર્ષ 2018માં એનપીપી પાર્ટીએ સૌથી વધુ 44 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે યુડીપીને 08, પીડીએફને 04,મ ભાજપને 02, એચએસપીડીપી ને 02 અને અપક્ષના ફાળે એક બેઠક ગઈ હતી. વિધાનસભામાં મેઘાલયના ત્રણ પ્રદેશોનું પ્રતિનિધિત્વ છે. જેમાં 29 સભ્યો ખાસી હિલ્સમાંથી, 7 જૈંતીયા હિલ્સમાંથી અને 24 ગારો હિલ્સમાંથી ચૂંટાયેલા છે.

ત્રિપુરામા ભાજપે આઈપીએફટી સાથે મળી સરકારની રચના કરી

જેમાં ત્રિપુરામાં વર્ષ માર્ચ 2018માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 60 વિધાનસભા બેઠક ધરાવતી ત્રિપુરામા ભાજપે આઈપીએફટી સાથે મળી સરકારની રચના કરી છે. જેમાં હાલ માણેક સાહા મુખ્યમંત્રી છે. જેમાં વર્ષ 2018માં ભાજપને 34 અને આપીએફટીને 05 બેઠક મળી હતી. જ્યારે સીપીઆઇ(એમ) 15 અને કોંગ્રેસને 15 બેઠક મળી હતી.

g clip-path="url(#clip0_868_265)">