Breaking News : કોરોનાએ ફરી વધારી ચિંતા ! છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ કેસ નોંધાતા ખળભળાટ

|

Apr 09, 2023 | 11:42 AM

છેલ્લા 24 કલાકમાં રવિવારે 5,357 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસોની સંખ્યા વધીને 32,814 થઈ ગઈ છે

Breaking News : કોરોનાએ ફરી વધારી ચિંતા ! છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ કેસ નોંધાતા ખળભળાટ
corona raised

Follow us on

ભારતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રવિવારે 5,357 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસોની સંખ્યા વધીને 32,814 થઈ ગઈ છે.

તાજેતરના સમયમાં, દેશમાં સપ્ટેમ્બર પછી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં શનિવારે કોવિડ-19 ચેપના 6,155 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 31,194 થઈ ગયા છે. આ સાથે, જે બાદ 24 કલાકમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રવિવારે 5,357 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસોની સંખ્યા વધીને 32,814 થઈ ગઈ છે. તેમજ દેશમાં 11 મૃત્યુ સાથે, કોરોનાથી મૃત્યુઆંક વધીને 5,30,965 થઈ ગયો છે.

અનેક રાજ્યોમાં નિયંત્રણોને લાગુ

ભારતમાં કોરોના વાયરસ(Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે સરકારએ તૈયારીઓ તેજ કરી દીધી છે. મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ (Delhi corona Case) સહિત ઘણા રાજ્યોમાં કેસમાં અચાનક વધારો થયો છે. જોકે કોરોનાની આ નવી સ્પાઇક ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા જેટલી ખતરનાક નહીં હોય. ભારતમાં 10 લાખ લોકો પર બે લોકો કોરોનાથી સંક્રમિત છે. કેરળમાં એક દિવસમાં 1800 કેસ (Kerala Corona Case) પછી, ત્યાંની સરકારે વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે માસ્ક ફરજિયાત બનાવ્યું છે. શનિવારે સમગ્ર દેશમાં 6150 કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 10:45 am, Sun, 9 April 23

Next Article