AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતાનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

યોગી આદિત્યનાથના માતા સાવિત્રી દેવીનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં આવેલા તેમના પૈતૃક નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

Breaking News: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતાનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
yogi aditynath mother passed away
| Updated on: Nov 20, 2026 | 1:09 PM
Share

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતા સાવિત્રી દેવીનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં આવેલા તેમના પૈતૃક નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પૌરીના એસએસપી (SSP) સર્વેશ કુમારે તેમના નિધનની પુષ્ટિ કરી છે. સાવિત્રી દેવી પૌરી ગઢવાલ જિલ્લાના પંચુર ગામમાં રહેતા હતા આ એ જ ગામ છે જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જન્મ થયો હતો. તેમના પિતા, આનંદ સિંહ બિષ્ટ, વન વિભાગમાં ફરજ બજાવતા હતા; તેમનું એપ્રિલ 2020માં 89 વર્ષની વયે અવસાન થયું હતું.

યોગી આદિત્યનાથના માતાનું નિધન

આ દુઃખદ સમાચાર ત્યારે આવ્યા જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના ગૃહ જિલ્લા ગોરખપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. હાલમાં, તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, તેમ જ તેઓ પૌરી ગઢવાલ જશે કે કેમ તે અંગે પણ કોઈ પુષ્ટિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે, જ્યારે તેમના પિતાનું અવસાન થયું હતું, ત્યારે કોવિડ-19 પ્રોટોકોલને કારણે મુખ્યમંત્રી યોગી તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યા ન હતા. તે સમયે તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-19 સંકટ અને ઉત્તર પ્રદેશમાં લાગુ લોકડાઉનને કારણે તેઓ તેમના પિતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે જઈ શકશે નહીં.

સાવિત્રી દેવીને મુખ્યમંત્રી યોગી સહિત ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. તેમના પુત્રોમાં મહેન્દ્ર સિંહ, મહેન્દ્ર સિંહ, શૈલેન્દ્ર મોહન અને તેમની પુત્રીઓમાં પુષ્પા દેવી, કૌશલ્યા અને શશિ દેવીનો સમાવેશ થાય છે.

1994માં ઘર છોડીને સંન્યાસી બની ગયા હતા યોગી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મૂળ નામ અજય સિંહ બિષ્ટ છે. તેમનો જન્મ 5 જૂન, 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના પંચુર ગામમાં થયો હતો. તેમણે વર્ષ 1994માં સાંસારિક જીવન છોડીને સંન્યાસ ધારણ કર્યો હતો. ત્યારબાદ તેઓ ગોરખપુર સ્થિત ગોરક્ષપીઠ સાથે જોડાયા અને મહંત અવૈદ્યનાથના શિષ્ય બન્યા હતા. સંન્યાસ લીધા બાદ યોગી આદિત્યનાથની પરિવાર સાથે મુલાકાત ઓછી થઈ ગઈ હતી, પરંતુ માતા સાથેનો તેમનો લગાવ યથાવત રહ્યો હતો. મુખ્યમંત્રી બન્યા બાદ પણ તેઓ સમયાંતરે પોતાના પૈતૃક ગામ અને પરિવારને મળવા જતા રહ્યા હતા.

2022માં પાંચ વર્ષ બાદ ગામ પહોંચ્યા હતા યોગી

મે 2022માં યોગી આદિત્યનાથ લગભગ પાંચ વર્ષ બાદ પોતાના પૈતૃક ગામ પંચુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે માતા સાવિત્રી દેવી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી હતી. ગામમાં તેમના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. યોગીએ પોતાના ઘરે રાત્રિ રોકાણ પણ કર્યું હતું.

2024માં AIIMS ઋષિકેશમાં માતાને મળવા પહોંચ્યા હતા

જૂન 2024માં પણ યોગી આદિત્યનાથ પોતાની માતાને મળવા માટે ઋષિકેશ સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પહોંચ્યા હતા. ઉંમર સંબંધિત સમસ્યાઓને કારણે સાવિત્રી દેવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ હોસ્પિટલના ડૉક્ટરો પાસેથી માતાના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી અને તેમની મુલાકાત લીધી હતી. તેઓ લગભગ 20 મિનિટ સુધી માતા સાથે રહ્યા હતા. આ સમયે ઉત્તરાખંડના તત્કાલીન આરોગ્ય મંત્રી ધન સિંહ રાવત અને પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ હાજર હતા.

Cyclone Akvan : ઓડિશા-આંધ્રપ્રદેશ પર વાવાઝોડાનું સંકટ, ‘અકવાન’ નબળું પડ્યું છતાં ખતરો યથાવત! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">