Breaking News: ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, અલકનંદા નદી પાસે ટ્રાન્સફોર્મર ફાટતા 15 થી વધારે લોકોના મોત

ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં નમામી ગંગે પ્રોજેક્ટ સાથે જોડાયેલા સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરંટ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

Breaking News: ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, અલકનંદા નદી પાસે ટ્રાન્સફોર્મર ફાટતા 15 થી વધારે લોકોના મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 1:35 PM

ઉત્તરાખંડના (Uttarakhand) ચમોલીમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં નમામી ગંગે પ્રોજેક્ટ સાથે જોડાયેલા સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરંટ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોની મદદથી વીજ કરંટથી પ્રભાવીત લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દુર્ઘટના સમયે સ્થળ પર 24 લોકો હાજર હતા

મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ ચમોલી માર્કેટ પાસે હતો. ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે સ્થળ પર કરંટ ફેલાઈ ગયો હતો, જેમાં અનેક લોકોના મોત થયા હતા. દુર્ઘટના સમયે સ્થળ પર 24 લોકો હાજર હતા. ઘાયલોને હવે દેહરાદૂન ખસેડવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે, તેઓ પોતે પણ ચમોલી જઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ચમોલીના SP પરમેન્દ્ર ડોભાલના જણાવ્યા અનુસાર, ટ્રાન્સફર અલકનંદા નદી પાસે ફાટ્યું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડમાં સતત વરસાદ

ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે. ગંગા સહિત અન્ય નદીઓના પાણીમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પહાડી વિસ્તારો સતત વરસાદ અને તોફાનનો સામનો કરી રહ્યા છે, પછી તે ઉત્તરાખંડ હોય કે હિમાચલ પ્રદેશ. ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હજારો પ્રવાસીઓ ફસાયા હતા.

ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થવાના સમાચાર છે. રુદ્રપ્રયાગમાં વરસાદના કારણે આવેલા પૂરમાં એક હોટલ ધોવાઈ ગઈ હતી, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઉત્તરકાશીમાં પર્વત પરથી પડેલો કાટમાળ સીધો ટેમ્પો પર આવ્યો હતો.

આ પણ વાંચો: Seema Haider: સીમા હૈદરનું શું છે સત્ય? પાકિસ્તાની જાસૂસ કે પછી માત્ર સચિનનો પ્રેમ, જાણો પુછતાછમાં શું થયો ખુલાસો

પહાડી વિસ્તારોમાં ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે હરિદ્વાર અને ઋષિકેશમાં પણ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. હરિદ્વારમાં ગંગાનું જળસ્તર 293 મીટરે પહોંચી ગયું છે, જે ખતરાના સ્તરની નજીક છે. આવી સ્થિતિમાં ગંગાને અડીને આવેલા વિસ્તારોમાં પૂરનો ખતરો રહે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">