
Bank Holidays List In Gujarati : જો તમારે એપ્રિલ મહિનામાં બેંકમાં કામ છે. તમે બેંકમાં તમારા કામ પૂર્ણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો એ પહેલા એપ્રિલ મહિનામાં રજાઓનું લિસ્ટ એક વખત જરુર ચેક કરી લેજો. એપ્રિલ 2026માં કુલ 14 દિવસ સુધી બેંક બંધ રહેશે. રજાઓની શરુઆત 1 એપ્રિલથી થશે. આ દિવસે બેંકો બંધ રહેશે નહી પરંતુ કસ્ટમરના કામ થશે નહી. કારણ કે, 1 એપ્રિલના રોજ નવું નાણાંકીય વર્ષ શરુ થાય છે. આ દિવસે બેંક પોતાના નાણાંકીય કામ પૂર્ણ કરે છે.
એપ્રિલ 2026ના રોજ 8 દિવસ બેંકમાં ફેસ્ટિવલ છએ. તેમજ અન્ય મુખ્ય કારણોથી બેંક બંધ રહેશે. આ રજાઓ અલગ અલગ રાજ્યમાં રહેશે. એપ્રિલમાં 4 રવિવાર છે. આ દિવસે દેશભરમાં બેંક બંધ રહેશે. આ સાથે દેશભરમાં બેંક બીજા અને ચોથા શનિવારના રોજ બેંક બંધ રહેશે. ત્યારે એપ્રિલ મહિનામાં કુલ 14 દિવસ સુધી બેંકો બંધ રહેશે.
1 એપ્રિલ (બુધવાર): નવા નાણાકીય વર્ષની શરૂઆતને કારણે આ દિવસે દેશભરની બેંકો ઓફલાઇન કામ બંધ રહેશે.
2 એપ્રિલ (ગુરુવાર): આ દિવસે મૌન્ડી ગુરુવાર છે. આ દિવસે કેરળના કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
3 એપ્રિલ (શુક્રવાર): ગુડ ફ્રાઈડે નિમિત્તે અમદાવાદ, ભોપાલ, બેંગલુરુ, દેહરાદૂન, ગુવાહાટી, કાનપુર, લખનૌ, મુંબઈ, દિલ્હી, પટના, રાયપુર, શિમલા વગેરે શહેરોમાં બેંકો બંધ રહેશે.
5 એપ્રિલ: આ દિવસ રવિવાર છે. તેથી, દેશભરમાં બેંકો બંધ રહેશે.
11 એપ્રિલ: આ દિવસે એપ્રિલનો બીજો શનિવાર છે. તેથી, દેશભરમાં બેંકો બંધ રહેશે.
12 એપ્રિલ: આ દિવસે રવિવાર છે. પરિણામે, દેશભરમાં બેંકો બંધ રહેશે.
14 એપ્રિલ (મંગળવાર): આ દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, મહા વિશુ સંક્રાંતિ, બિહુ, વૈશાખી અને અન્ય તહેવારો ઉજવવામાં આવે છે. તેથી અમદાવાદ, બેંગલુરુ, ભુવનેશ્વર, દેહરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, મુંબઈ, કાનપુર, પટના, રાંચી અને અન્ય શહેરોમાં બેંકો બંધ રહેશે.
15 એપ્રિલ (બુધવાર): બંગાળી નવું વર્ષ, બોહાગ બિહુ, વિશુ અને હિમાચલ દિવસ ઉજવવામાં આવે છે. અગરતલા, ગુવાહાટી, ઇટાનગર, કોચી, કોલકાતા, શિમલા અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
16 એપ્રિલ (ગુરુવાર): બોહાગ બિહુના કારણે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
19 એપ્રિલ: આ દિવસે રવિવાર છે. તેથી, દેશભરમાં બેંકો બંધ રહેશે.
20 એપ્રિલ (સોમવાર): બસવ જયંતિ અને અક્ષય તૃતીયાના પ્રસંગે બેંગલુરુમાં બેંકો બંધ રહેશે.
21 એપ્રિલ (મંગળવાર): ગરિયા પૂજાના કારણે અગરતલામાં બેંકો બંધ રહેશે.
25 એપ્રિલ: આ દિવસે એપ્રિલનો ચોથો શનિવાર છે. તેથી, દેશભરમાં બેંકો બંધ રહેશે.
26 એપ્રિલ: આ દિવસે રવિવાર છે. તેથી, દેશભરમાં બેંકો બંધ રહેશે.
બેંક રજાઓ દરમિયાન તમે વિવિધ પ્રકારની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકો છો. આ સેવાઓ પર કોઈ અસર થતી નથી. આ રજાઓ દરમિયાન ATM, મોબાઈલ બેંકિંગ, UPI અને ઈન્ટરનેટ બેંકિંગ જેવી ઓનલાઈન બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે. પૈસા ટ્રાન્સફર અથવા રોકડ ઉપાડ જેવા આવશ્યક વ્યવહારો માટે તમે ડિજિટલ ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.