Breaking News : બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે, રેલવે મંત્રીએ જાહેરાત કરી

ઓડીસાના બાલાસોરમાં થયેલ ટ્રેન એકસ્માતની તપાસ સીબીઆઈને સોપવાનો નિર્ણય રેલવે બોર્ડે કર્યો છે. રેલવે પ્રધાન અશ્વની વૈષ્ણવે સત્તાવાર જાહેરાત કરી છે.

Breaking News : બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે, રેલવે મંત્રીએ જાહેરાત કરી
Ashvani Vaishnav, Railway Minister
Follow Us:
| Updated on: Jun 04, 2023 | 7:04 PM

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે. રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવે આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રેલવે ટ્રેકનું કામ થઈ ગયું છે. હવે ઓવરહેડ વાયરનું કામ ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઘાયલોની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલવે બોર્ડે વધુ તપાસ માટે સમગ્ર મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.

એક ટ્વીટમાં રેલવે મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે, અપ-લાઈનના ટ્રેકને જોડવાનું કામ સાંજના સવા પાંચ વાગ્યે પૂર્ણ થઈ ગયું છે. હવે ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ, તેમણે કહ્યું હતું કે હાવડાને જોડતી ડાઉન લાઇન પુનઃસ્થાપિત કરવામાં આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનો માટે હવે ઓછામાં ઓછો એક ટ્રેક તૈયાર છે, પરંતુ બાલાસોર અકસ્માત સ્થળે લૂપ લાઇન સહિત તમામ ટ્રેકને ઠીક કરવા માટે વધુ સમયની જરૂર છે.

જો કે, જ્યાં સુધી ઓવરહેડ ઈલેક્ટ્રિક કેબલ રિપેર ન થાય ત્યાં સુધી બંને લાઈનો પર માત્ર ડીઝલ લોકોમોટિવ જ ચલાવી શકાશે. ઓવરહેડ પાવર લાઈનો રિપેર થયા બાદ ઈલેક્ટ્રિક ટ્રેનો દોડવાનું શરૂ કરશે. રેલવે મંત્રીએ કહ્યું છે કે બુધવાર સવાર સુધીમાં લાઇન સાફ થઈ જશે. હકીકતમાં, શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપર ફાસ્ટ અને એક માલસામાન ટ્રેન શુક્રવારે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

અમદાવાદ વાળીનાથ ચોક BRTSમાં પૂંઠા ભરેલી પીક અપ ગાડીમાં આગ
અમદાવાદ વાળીનાથ ચોક BRTSમાં પૂંઠા ભરેલી પીક અપ ગાડીમાં આગ
સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !
સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
g clip-path="url(#clip0_868_265)">