Breaking News: Atiq Ahmed shot dead: અતીક અહેમદ અને ભાઈ અશરફની ગોળી મારી હત્યા, 3 લોકોની ધરપકડ

ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંનેને મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા. આ હત્યા પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે થઈ હતી.

Breaking News: Atiq Ahmed shot dead: અતીક અહેમદ અને ભાઈ અશરફની ગોળી મારી હત્યા, 3 લોકોની ધરપકડ
Atiq Ahmed and his brother Ashraf Ahmed shot dead
Follow Us:
| Updated on: Apr 15, 2023 | 11:28 PM

ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી. બંનેને મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા. આ હત્યા પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે થઈ હતી. બંનેના હાથમાં હાથકડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અશરફના માથામાં ગોળી વાગી હતી.

પોલીસે હત્યા કેસમાં 3 લોકોની ધરપકડ કરી

મળતી માહિતી મુજબ પોલીસના વાહનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી અતીક અને અશરફ અહેમદનું મોત થયું હતું. પોલીસે હત્યા કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધું છે. એક મીડિયા અહેવાલ મુજબ ત્રણ હુમલાખોરનું નામ સચિન, લવલેશ અને અરૂણ જણાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ હુમલાખોરોએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ છે.

પોલીસને અતીક અને અશરફના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી

પોલીસને અતીક અને અશરફના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. તમને જણાવી દઈએ કે ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસ ઘણા દિવસોથી અતીક અહેમદ અને અશરફની પૂછપરછ કરી રહી હતી. માફિયા અતીકના પુત્ર અસદની ગુરુવારે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે, હવે અતીક અને અશરફ બંનેની શનિવારે રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી છે.

24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી

યુપીના પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની માફિયાઓએ ગોળી મારીને હત્યા કરી હતી. પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ માફિયાઓએ તેના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન તેનું અને તેના એક ગનર્સનું ગોળી વાગવાથી મોત થયું હતું. જ્યારે અન્ય ગનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. અતીક પર આ હત્યા કેસમાં કાવતરું ઘડવાનો આરોપ છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">