Breaking News: નવરાત્રિમાં દેશભરમાં માતમ! ગુજરાતના વડગામ સહિત કોલકાતા, ગ્વાલિયર અને 6 સ્થળે ગમખ્વાર દુર્ઘટનાઓ, 42નાં મોત અને 90 ઈજાગ્રસ્ત

નવરાત્રિ અને દુર્ગાપૂજાના પર્વ દરમિયાન, ગુજરાતના વડગામ સહિત કોલકાતા, ગ્વાલિયર, બલરામપુર, નાંદુરી અને હૈદરાબાદમાં ગમખ્વાર દુર્ઘટનાઓ સર્જાઈ. આ 6 અલગ-અલગ ઘટનાઓમાં આશરે 42 લોકોનાં મોત થયાં છે. જ્યારે 90 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Breaking News: નવરાત્રિમાં દેશભરમાં માતમ! ગુજરાતના વડગામ સહિત કોલકાતા, ગ્વાલિયર અને 6 સ્થળે ગમખ્વાર દુર્ઘટનાઓ, 42નાં મોત અને 90 ઈજાગ્રસ્ત
Accidents Across Country During Navratri 41 Dead Over 79 Injured
Image Credit source: AI Generated
| Updated on: Oct 18, 2026 | 11:29 AM

નવરાત્રિ અને દુર્ગાપૂજાના પાવન પર્વ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં બનેલી દુર્ઘટનાઓએ ખુશીના માહોલને શોકમાં ફેરવી દીધો છે. કોલકાતા, ગ્વાલિયર, બલરામપુર, નાંદુરી અને બનાસકાંઠાના વડગામમાં બનેલી અલગ-અલગ ઘટનાઓમાં કુલ 41 લોકોનાં મોત થયાં છે. જ્યારે ઓછામાં ઓછા 79 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ક્યાંક પંડાલનો ભાગ ધરાશાયી થયો, તો ક્યાંક બેકાબૂ વાહનો ભીડમાં ઘૂસી જતાં દુર્ઘટનાઓ સર્જાઈ હતી. જાણો તમામ અકસ્માતોની સંપૂર્ણ વિગતો.

કોલકાતા પંડાલમાં દુર્ઘટના, 19નાં મોત

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ચોરબાગાન સાર્વજનિક પૂજા પંડાલમાં ભારે ભીડ વચ્ચે વરસાદ દરમિયાન પંડાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. ત્યારબાદ થયેલી અફરાતફરીમાં 19 શ્રદ્ધાળુઓનાં મોત થયાં અને 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકે શ્રદ્ધાળુઓને કચડ્યા

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં શીતલા માતા મંદિર નજીક બેકાબૂ ટ્રકે રસ્તા પર ઊભેલા શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયાં અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બલરામપુરમાં પૂજા પંડાલ બહાર કારનો અકસ્માત

ઉત્તર પ્રદેશના બલરામપુરમાં દુર્ગાપૂજા પંડાલ બહાર બેઠેલા લોકો પર ઝડપી કાર ફરી વળતાં ત્રણ લોકોનાં મોત થયાં અને ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

નાંદુરીમાં પોલીસ અને શ્રદ્ધાળુઓ વચ્ચે ટક્કર

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નાંદુરીમાં સપ્તશૃંગી ગઢ નજીક બેકાબૂ કાર પોલીસ કર્મચારીઓ અને શ્રદ્ધાળુઓ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં એક પોલીસ કર્મચારીનું મોત થયું અને 11થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

વડગામમાં કાર અને રીક્ષાની ટક્કરમાં ચારનાં મોત

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોરિયા નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડગામ પોલીસે તપાસ હાથ ધરી છે.

હૈદરાબાદમાં ડાંડિયા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીનું મોત

હૈદરાબાદના નાદેરગુલ સ્થિત MVSR એન્જિનિયરિંગ કોલેજમાં શનિવારે (17 ઓક્ટોબર) ડાંડિયા કાર્યક્રમ દરમિયાન લાઇટોથી સજાવેલો એક આર્ચ (કમાન) ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું, જ્યારે અન્ય 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

વિશેષ નોંધ : આ તમામ ઘટનાઓમાં દેશમાંથી આશરે 42 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઓછામાં ઓછા 90 લોકો ઈજાગ્રસ્ત થયાની વિગતો સામે આવી છે. આ આંકડા આપેલી પ્રાથમિક માહિતી પર આધારિત છે. સત્તાવાર પુષ્ટિ બાદ તેમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો, Banaskantha Breaking News : વડગામના મોરિયા નજીક કાર-રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત ! જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.