નવા CDSની નિમણૂકની ચર્ચાએ જોર પકડ્યું, કેન્દ્ર સરકાર સેવા આપતા તેમજ નિવૃત્ત અધિકારીઓના નામ પર કરી રહી છે વિચાર

|

Apr 17, 2022 | 10:45 PM

ગયા વર્ષે 8 ડિસેમ્બરે, તમિલનાડુમાં ખરાબ હવામાનને કારણે કુન્નુરમાં વાયુસેનાનું એક Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો સવાર હતા.

નવા CDSની નિમણૂકની ચર્ચાએ જોર પકડ્યું, કેન્દ્ર સરકાર સેવા આપતા તેમજ નિવૃત્ત અધિકારીઓના નામ પર કરી રહી છે વિચાર
File Photo

Follow us on

નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની નિમણૂક પર ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર (Central Government) સેવા આપતા અને નિવૃત્ત બંને સૈન્ય અધિકારીઓના નામ પર વિચાર કરી રહી છે. આ પોસ્ટ છેલ્લા આઠ મહિનાથી ખાલી છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સરકાર આગામી સપ્તાહમાં સેનાના આગામી વડાની નિમણૂકની જાહેરાત પણ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પદ માટે નામ પર નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર સેવાની સાથે નિવૃત્ત સૈન્ય અધિકારીઓના નામ પર પણ વિચાર કરી શકે છે.

નોંધનીય છે કે દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતનું એર ક્રેશમાં મૃત્યુ થયા બાદ આ પદ ખાલી છે. સૂત્રોએ જણાવ્યું કે થ્રી સ્ટાર અને ફોર સ્ટાર રેન્કના અધિકારીઓને પણ પેનલમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. 2019માં ભાજપ સરકાર ફરી સત્તામાં આવ્યાના છ મહિનાની અંદર મોદી સરકાર દ્વારા સીડીએસની નિમણૂકને દેશના ટોચના લશ્કરી માળખામાં સૌથી મોટા સુધારા તરીકે વખાણવામાં આવી છે. જનરલ રાવતને દેશની ત્રણેય સેનાઓમાં સંકલન માટે પ્રથમ CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

CDS શસ્ત્રોના સ્વદેશીકરણ માટે પણ જવાબદાર

સીડીએસને સૈન્ય બાબતોના વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે હાલમાં અધિક સચિવના રેન્ક હેઠળ કામ કરે છે. સીડીએસ ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડા પણ છે. જે હાલમાં ભારતીય વાયુસેનાના થ્રી સ્ટાર ઓફિસરના હવાલે છે. સરકારે સંરક્ષણ કાર્યક્રમોમાં મેક ઈન ઈન્ડિયાના ઈન્ચાર્જ સીડીએસને પણ બનાવ્યા છે. સીડીએસ થિયેટર કમાન્ડ જેવા નવા યુગની યુદ્ધ લડાઇ રચનાઓના નિર્માણ સાથે સશસ્ત્ર દળોના શસ્ત્રોના સ્વદેશીકરણ માટે પણ જવાબદાર છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જનરલ રાવતે પોતાનો મોટાભાગનો સમય સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે ફાળવ્યો હતો. ગયા વર્ષે 8 ડિસેમ્બરે, તમિલનાડુમાં ખરાબ હવામાનને કારણે કુન્નુરમાં વાયુસેનાનું એક Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો સવાર હતા.

આ પણ વાંચો : Delhi: યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓએ મોદી સરકાર પાસે કરી માગ, જે રીતે જીવ બચાવ્યો એ જ રીતે અમારૂ ભવિષ્ય બચાવો

આ પણ વાંચો : Aligarh Violence: નમાઝ દરમિયાન બે સમુદાયો સામસામે, મસ્જિદ પર પથ્થરમારો કરવાનો આરોપ, 10 વિરુદ્ધ કેસ દાખલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article