AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black market in Corona : કાળાબજારીમાં રેમડેસીવીર ઇન્જેક્શનના દોઢ લાખ, 40 હજારમાં ઓક્સીજનનો એક સીલીન્ડર

Black market in Corona : રેમડેસીવીર ઇન્જેક્શન (Ramdesivir injection) અને ઓક્સીજનની અછત થતા સપ્લાયરોએ અછતને અવસર બનાવી.

Black market in Corona : કાળાબજારીમાં રેમડેસીવીર ઇન્જેક્શનના દોઢ લાખ, 40 હજારમાં ઓક્સીજનનો એક સીલીન્ડર
FILE PHOTO
| Updated on: Apr 09, 2021 | 5:03 PM
Share

Black market in Corona : દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેમાં કોરોનાના દૈનિક કેસો 1 લાખને પાર થઇ ગયા છે. નવા કેસોની સાથે એક્ટીવ કેસો અને મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. એક્ટીવ કેસો વધતા લાઈફ સેવર રેમડેસીવીર ઇન્જેક્શન (Ramdesivir injection) અને ઓક્સીજનની ભારે માંગ ઉભી થઇ છે અને અછત સર્જાઈ છે. પણ સપ્લાયરોએ આ અછતને અવસરમાં બદલી અને કાળાબજારી કરી મજબુર દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા છે.

કાળાબજારીમાં રેમડેસીવીરની કિંમત 1000 ગણી દેશમાં ફરી એકવાર ઓક્સિજન સિલિન્ડર અને રેમેડિસવીરને લઈને બ્લેક માર્કેટિંગ (Black market in Corona) વધ્યું છે. કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં શામેલ રેમેડિસવીર ઇન્જેક્શન (Ramdesivir injection) આ દિવસોમાં નિર્ધારિત કિંમત કરતા 1000 ગણા વધારે ભાવે વેચાઇ રહ્યું છે.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી અને હરિયાણા સહિત દેશના ઘણા ભાગોથી રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી થવાની ફરિયાદો આવી રહી છે. રેમડેસીવીર ઇન્જેક્શનનું બ્લેક માર્કેટિંગ છેલ્લા એક અઠવાડિયાથી શરૂ થયું છે. 28 માર્ચથી તેની માંગમાં 50 ગણો વધારો થયો છે. જોકે કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને દવાનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે, પરંતુ હાલની સ્થિતિ એવી છે કે વ્યક્તિએ દરેક ડોઝ માટે દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચ કરવા પડે છે.

સાત કંપનીઓ બનાવે છે રેમડેસીવીર ભારતમાં સાત કંપનીઓ આ દવા બનાવી રહી છે. તેઓની ઉત્પાદન ક્ષમતા દર મહિને 31.60 લાખ વોયલની છે. તાજેતરમાં, કંપનીને મહારાષ્ટ્રથી 42,518 અને મધ્યપ્રદેશથી 5,932 વોયલના ઓર્ડર મળ્યા છે. જ્યારે ડ્રગ ડીલર સંગઠન મુજબ આ સમયે મહારાષ્ટ્રમાં એક લાખ અને મધ્યપ્રદેશમાં 20 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ છે.

કાળાબજારીમાં ઓક્સીજન સીલીન્ડરના 40 હજાર રૂપિયા રેમેડસવીર સિવાય મહારાષ્ટ્રના નાસિક સહિતના અનેક શહેરોમાંથી ઓક્સિજનની અછત હોવાની ફરિયાદો છે. નાસિકની સુવિચર હોસ્પિટલે ફરિયાદ કરી છે કે ઓક્સિજનનો સ્ટોક ખાલી થઇ ગયો છે. તેલંગાણામાં પણ આ જ સસ્માયા જોવા મળી રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ પણ વધી રહી છે, પરંતુ પુરતો પુરવઠો મળતો નથી જેને કારણે કાળાબજારી થઇ રહી છે અને એક ઓક્સીજન સીલીન્ડર 40 હજાર રૂપિયા સુધી વેચાઇ રહ્યો છે.

જો કે, ઓક્સિજન પરની રાષ્ટ્રીય સમિતિના જણાવ્યા મુજબ, દેશમાં ઓક્સિજનની અછત નથી. સમિતિએ માહિતી આપી છે કે હાલમાં આઠ હજાર મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, તેના પુરવઠા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે.

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">