AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2024નો ચૂંટણી જંગ જીતવા ભાજપ અપનાવશે ગુજરાત ફોર્મ્યુલા ! જાણો હાઈ કમાન્ડની બેઠકમાં કેવા લેવાયા નિર્ણયો

સોમવાર અને મંગળવાર એમ બે દિવસ કુલ દશ કલાક સુધી યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, મહાસચિવ સુનીલ બંસલ અને ઉપાધ્યક્ષ સૌદાન સિંહ હાજર હતા.

2024નો ચૂંટણી જંગ જીતવા ભાજપ અપનાવશે ગુજરાત ફોર્મ્યુલા ! જાણો હાઈ કમાન્ડની બેઠકમાં કેવા લેવાયા નિર્ણયો
JP Nadda, BJP National President
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 6:44 PM
Share

પાંચ રાજ્યોની આગામી વિધાનસભાની ચૂંટણી અને દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ મુખ્યાલયમાં મંથન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ અંગે છેલ્લા બે દિવસમાં લગભગ 10 કલાક બેઠક ચાલી હતી. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અને સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા, સરકારના 9 વર્ષથી ચાલી રહેલા કાર્યક્રમોની સમીક્ષા અને પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક રાજ્યોના પ્રદેશ પ્રમુખોમાં ફેરફાર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં વધુ કેટલીક મોટી બેઠકો યોજાશે. કેટલાક મહત્વના રાજ્યોના પ્રદેશ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ પણ બદલી શકાય છે.

10 કલાક સુધી બેઠક ચાલી

આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, મહાસચિવ સુનીલ બંસલ અને ઉપાધ્યક્ષ સૌદાન સિંહ હાજર હતા. સોમવારે મોડી રાત્રે લગભગ ચાર કલાક અને મંગળવારે સવારે 5 કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી.

ભાજપ 2024ની તૈયારી કરી રહ્યું છે

2014માં “ચાય પે ચર્ચા” ની સફળતા બાદ હવે ભાજપ “ટિફિન બેઠક” દ્વારા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર, ભાજપે એક જનસંપર્ક કાર્યક્રમના બહાને 2024ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ભાજપે તેના જનસંપર્ક અભિયાનમાં ટિફિન બેઠકના કાર્યક્રમને વિશેષ સ્થાન આપ્યું છે.

‘ટિફિન બેઠક’ની મદદથી 2024ની ચૂંટણી પાર પાડવામાં આવશે

પાર્ટીએ દેશભરમાં 543 લોકસભા મતવિસ્તાર અને લગભગ 4000 વિધાનસભા મતવિસ્તારોમાં ટિફિન મીટિંગ્સનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ બેઠક દરેક વિધાનસભા સ્તરે યોજવામાં આવશે. પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત ભાજપના 250 પસંદગીના નેતાઓને ટિફિન બેઠકમાં સામેલ કરવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પાર્ટીના નીચલા સ્તરના કાર્યકરોને સક્રિય કરવાનો છે.

ગુજરાતમાં સફળ રહી છે ટિફિન બેઠક

ગુજરાતમા ભાજપ વર્ષોથી કાર્યકરો ટિફિન બેઠક યોજતુ આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અમરેલીમાં ભાજપે આ પ્રકારની બેઠકની શરુઆત કરી હતી. જે ક્રમશ રાજ્યભરમાં અપનાવવામાં આવી હતી. આ પ્રકારની બેઠકમાં સૌ કાર્યકરો નિયત તારીખે નિર્ધારીત સ્થળે પોતાના ઘરે રાંઘેલ ભોજન ટિફિનમાં લઈને જાય છે. અને ત્યા તમામ કાર્યકરો એક સાથે એકઠા થઈને બેઠક યોજે છે. પાર્ટીની રણનીતિ અંગે વાત કરે છે. એકબીજાના સુખ દુખની પણ વાતો કરે છે અને પોતાના ઘરેથી લાવેલ ટિફિનમાંથી એકબીજા ભોજનનો આનંદ માણે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">