BJP પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદાલને પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવી ભારે પડી, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

|

Jun 05, 2022 | 4:51 PM

ભાજપના મહાસચિવ અરુણ સિંહે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમની પાર્ટી કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા કોઈપણ વિચારને સ્વીકારતી નથી. "ભાજપ ન તો આવા કોઈ વિચારને સ્વીકારે છે કે ન તો પ્રોત્સાહિત કરે છે,"

BJP પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદાલને પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવી ભારે પડી, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ
Nupur Sharma
Image Credit source: File Image

Follow us on

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવાના મામલે ભારતીય જનતા પાર્ટીએ પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) અને નવીન જિંદાલ (Naveen Jindal) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ભાજપે બંને નેતાઓને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. પાર્ટી પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરતા પહેલા ભાજપે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી. પાર્ટીએ રવિવારે કહ્યું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સ્વીકારતું નથી. ભાજપના મહાસચિવ અરુણ સિંહે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમની પાર્ટી કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા કોઈપણ વિચારને સ્વીકારતી નથી. “ભાજપ ન તો આવા કોઈ વિચારને સ્વીકારે છે કે ન તો પ્રોત્સાહિત કરે છે,”

સિંહે કહ્યું, ‘ભારતની હજારો વર્ષની યાત્રામાં દરેક ધર્મનો વિકાસ થયો છે. ભારતીય જનતા પાર્ટી સર્વ પંથ સમભાવમાં માને છે. ભાજપ કોઈપણ ધર્મના ઉપાસકોનું અપમાન સ્વીકારતું નથી. સિંહે કહ્યું, ‘આઝાદીના 75માં વર્ષમાં આ અમૃત કાળમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સતત મજબૂત કરતી વખતે આપણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે. જણાવી દઈએ કે નુપુર શર્માએ એક ટીવી શોમાં જ્ઞાનવાપી પર ચર્ચા દરમિયાન પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ પછી નૂપુરને ઘણી ધમકીઓ મળવા લાગી. નૂપુરે આરોપ લગાવ્યો હતો કે તેને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે.

‘પાર્ટીની વિચારધારા અને નીતિઓ વિરુદ્ધ કામ કર્યું’

નવીન જિંદાલની હકાલપટ્ટી કરતી વખતે દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ લખ્યું, ‘તમે સાંપ્રદાયિક સૌહાર્દ ભડકાવવા માટે સોશિયલ મીડિયા પર વિચારો વ્યક્ત કર્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચારના વિરોધમાં છે. તમે પાર્ટીના વિચારો અને નીતિઓ વિરુદ્ધ કામ કર્યું છે. તેથી, ભારતીય જનતા પાર્ટીનું તમારું પ્રાથમિક સભ્યપદ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવે છે અને તમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે છે.

Next Article