AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ઝરદારીનું ભારતના PM નરેન્દ્ર મોદી પર કાયરતા ભરેલા નિવેદન પર દેશભરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

અનુરાગ ઠાકુરે કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રીનું નિવેદન ખૂબ જ ઘૃણાજનક અને શરમજનક છે. ભુટ્ટોની આ ટિપ્પણી આ દિવસે ભારત પાસેથી મળેલી હાર પર પાકિસ્તાનની પીડાનું પરિણામ હોઈ શકે છે. તેમનો સંદર્ભ આ દિવસે 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત તરફ હતો

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ઝરદારીનું ભારતના PM નરેન્દ્ર મોદી પર કાયરતા ભરેલા નિવેદન પર દેશભરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન
bjp's protest over bilawal statement on pm modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 12:01 PM
Share

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી હવે અભદ્રતા પર ઉતરી આવ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદને લઈને પાકિસ્તાનને એવો અરીસો બતાવ્યો કે બિલાવલ શિયાવિયા થઈ ગયા. જયશંકરે કહ્યું કે ઓસામા બિન લાદેનને મહેમાન બનાવનારાઓને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પ્રચાર કરવાનો કોઈ અધિકાર નથી. આનાથી નારાજ ભુટ્ટોએ ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. હવે બિલાવલની ટિપ્પણી પર ભાજપના નેતાઓનો ગુસ્સો ઉકળ્યો છે.

ભાજપના નેતાઓએ શુક્રવારે દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધની પ્રક્રિયા આજે પણ ચાલુ રહેશે. સમગ્ર દેશમાં રાજ્યના મુખ્યાલયોમાં બિલાવલ ભુટ્ટોના પૂતળા બાળવામાં આવશે. અહીં લખનૌમાં ગઈકાલે રાત્રે બીજેપી કાર્યકર્તાઓએ પાકિસ્તાનના ઝંડા સળગાવ્યા અને તેમને પગ નીચે કચડી નાખ્યા. બિલાવલ પહેલા પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે પણ શરમજનક નિવેદન આપ્યું હતું. ખારે આરોપ લગાવ્યો હતો કે ભારતથી વધુ સારી રીતે કોઈ દેશે આતંકવાદનો ઉપયોગ કર્યો નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રી ભુટ્ટોએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. ભુટ્ટોએ પીએમ મોદીને ‘ગુજરાતના કસાઈ’ કહ્યા હતા. ભુટ્ટોએ કહ્યું, ‘હું ભારતને કહેવા માંગુ છું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે.’ સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ભુટ્ટોના પીએમ મોદી પરના અંગત હુમલાની ટીકા કરી હતી. તેને ઘૃણાસ્પદ અને શરમજનક ગણાવ્યો. ઠાકુરે કહ્યું કે સરકારના સીધા સમર્થનથી પાકિસ્તાન આતંકવાદનું આશ્રયસ્થાન બની ગયું છે.

તેમણે કહ્યું, ‘પાકિસ્તાનના વિદેશ મંત્રીનું નિવેદન ખૂબ જ ઘૃણાજનક અને શરમજનક છે. ભુટ્ટોની આ ટિપ્પણી આ દિવસે ભારત પાસેથી મળેલી હાર પર પાકિસ્તાનની પીડાનું પરિણામ હોઈ શકે છે. તેમનો સંદર્ભ આ દિવસે 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત તરફ હતો. ઠાકુરે કહ્યું હતું કે 93 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોએ ભારતને આત્મસમર્પણ કર્યું હતું અને ભુટ્ટોના દાદા ખૂબ રડી પડ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમેરિકાએ અલકાયદાના વડા ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં મધરાતના ઓપરેશનમાં માર્યો હતો. ઠાકુરે ભુટ્ટોને તેમના દેશ પાકિસ્તાનમાંથી આતંકવાદને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું.

ઠાકુરે કહ્યું કે આજે પાકિસ્તાન આતંકવાદનું આશ્રયસ્થાન બની ગયું છે અને બધા જાણે છે કે આતંકવાદીઓને મારવા માટે ક્યાં જવું પડે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ બધાથી પોતાનો ચહેરો છુપાવી શકે નહીં. તે જ સમયે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ભુટ્ટોની ટીપ્પણીની સખત નિંદા કરતા કહ્યું કે, જો પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તેમના દેશમાં આતંકવાદને દેશનો હિસ્સો બનાવનારા આતંકવાદી સંગઠનોના મુખ્ય કાવતરાખોરો પર તેમની હતાશા બહાર કાઢી હોત તો સારું હોત કે જેમણે આતંકવાદને જ નીતિ બનાવી લીધી છે

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">