ના જમીન, ના રેસ્ટોરન્ટ, ખોટી નિવેદનબાજીથી સ્મૃતિ ઈરાની અને તેમની દિકરીને થયું નુકસાન: હાઈકોર્ટ

|

Aug 01, 2022 | 6:55 PM

હાઈકોર્ટે કહ્યું કે તે કોઈપણ બાર રેસ્ટોરન્ટની માલિક નથી. તેમજ તેણે ક્યારેય તેના માટે અરજી કરી નથી. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રીનું નામ ગોવા સરકારની કારણદર્શક નોટિસમાં પણ નથી.

ના જમીન, ના રેસ્ટોરન્ટ, ખોટી નિવેદનબાજીથી સ્મૃતિ ઈરાની અને તેમની દિકરીને થયું નુકસાન: હાઈકોર્ટ
Smriti Irani
Image Credit source: PTI

Follow us on

દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) કહ્યું કે સ્મૃતિ ઈરાની (Smriti Irani) અને તેમની પુત્રી ગોવામાં કોઈ રેસ્ટોરન્ટની માલિકી ધરાવતા નથી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે વાસ્તવિક તથ્યોની ચકાસણી કર્યા વિના કરવામાં આવેલા નિંદનીય આરોપો દ્વારા સ્મૃતિ ઈરાની અને તેના પરિવારની પ્રતિષ્ઠાને બદનામ કરવાના દૂષિત ઈરાદા સાથે ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે. સ્મૃતિ અને તેની પુત્રીના નામ પર કોઈપણ બારનું કોઈ લાઈસન્સ નથી.

હાઈકોર્ટે કહ્યું કે તે કોઈપણ બાર રેસ્ટોરન્ટની માલિક નથી. તેમજ તેણે ક્યારેય તેના માટે અરજી કરી નથી. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રીનું નામ ગોવા સરકારની કારણદર્શક નોટિસમાં પણ નથી. સ્મૃતિ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો તેમની તરફેણમાં છે. કોર્ટે કહ્યું કે સ્મૃતિ ઈરાની અને તેમના પરિવારની છબીને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે.

સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગેરકાયદેસર બાર ચલાવવાનો આરોપ

તમને જણાવી દઈએ કે ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ દીકરીની રેસ્ટોરન્ટ મુદ્દે ઘેરાયેલી છે. કોંગ્રેસ આ મુદ્દે સતત તેમના પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ તેમના પર આરોપ લગાવતા કહ્યું કે 14 એપ્રિલ 2022ના રોજ તેમણે તેમની પુત્રીની રેસ્ટોરન્ટની પ્રશંસા કરી હતી. સ્મૃતિ ઈરાની હવે કહી રહી છે કે તેમની દીકરી પાસે કોઈ રેસ્ટોરન્ટ નથી? કોંગ્રેસ પ્રવક્તાએ સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

સ્મૃતિ ઈરાનીની પુત્રી પરના આરોપો અંગે કોંગ્રેસના નેતાઓને કોર્ટનો આદેશ, સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ 24 કલાકમાં ડિલીટ કરો

દિલ્હી હાઈકોર્ટે 3 દિવસ પહેલા જ કોંગ્રેસ નેતાઓને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી સાથે જોડાયેલા વિવાદ પર આરોપોવાળી ટ્વીટ દૂર કરવા કહ્યું છે. કોર્ટે કોંગ્રેસના ત્રણ નેતાઓને 24 કલાકની અંદર સોશિયલ મીડિયા (social media) પોસ્ટ (ટ્વીટ) દૂર કરવા કહ્યું છે. જ્યારે , કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના આરોપમાં, ત્રણ નેતાઓને પણ દિલ્હી હાઈકોર્ટે સમન્સ પાઠવ્યા છે.

જયરામ રમેશ, પવન ખેરા અને નીતા ડિસોઝાને કોર્ટે તેમની ટ્વીટ ડિલીટ કરવા અને સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં 18 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જો કોંગ્રેસ નેતા, તેમના ટ્વીટને ડિલીટ કરવામાં નિષ્ફળ જાય છે, તો આ કિસ્સામાં સોશિયલ મીડિયા કંપની અથવા ટ્વિટરે સંબંધિત ટ્વિટને દૂર કરવી પડશે.

Next Article