દિગ્વિજય સિંહના નિવેદનથી BJP નેતા ભડક્યા, કોંગ્રેસ વિશે કહી આ મોટી વાત

|

Jan 23, 2023 | 6:09 PM

કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ પુલવામાં અને સર્જીકલ સ્ટ્રાઈકને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ BJP તે સવાલોથી ભડકી ઉઠી છે.

દિગ્વિજય સિંહના નિવેદનથી BJP નેતા ભડક્યા, કોંગ્રેસ વિશે કહી આ મોટી વાત
Gaurav Bhatia

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પર ભારતને તોડવાનો આરોપ લગાવતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે દિગ્વિજય સિંહનું નિવેદન વાંધાજનક છે. તેમજ ભાટિયાએ કહ્યું કે, કોંગ્રેસનું કામ ભારતને જોડવાનું નથી પરંતુ ભારતને તોડવાનું છે. હેડલાઇન્સમાં રહેવું અને બેજવાબદાર નિવેદનો કરવા એ કોંગ્રેસનું ચારિત્ર છે.

દિગ્વિજય સિંહના  સવાલો પર BJP નેતા ભડક્યા

કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ પુલવામાં અને સર્જીકલ સ્ટ્રાઈકને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ BJP તે સવાલોથી ભડકી ઉઠી છે અને તે અંગે બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ભારત સેના વિરુદ્ધ નિવેદનો સહન કરવામાં આવશે નહીં, સેના પાસેથી બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા શોધી રહ્યા છો તો સેના જ્યારે આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને મારે છે તો એક તરફ પાડોશીને દુ:ખ થાય છે તો બીજી તરફ કોંગ્રેસને પણ.

ભાટિયાએ કહ્યું, સામ પિત્રોડાએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી અને કહ્યું કે પુલવામા હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ન ઠેરવવું જોઈએ. સિદ્ધુએ બાલાકોટ પર કહ્યું હતું કે ઝાડ પર કેટલાક કાગડા બેઠા હતા જે ઉડી ગયા હતા. તેમણે આરટીઓ બનાવ્યું – જેમાં સેનાને પૂછવામાં આવ્યું કે કેટલી સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે, જેનો ડીજીએમઓએ જવાબ આપ્યો.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

કોંગ્રેસ સરકારની સર્જિકલ સ્ટ્રાઈક પર કહી આ વાત

ગૌરવ ભાટિયાએ કહ્યું કે પહેલી સર્જિકલ સ્ટ્રાઈક 29 સપ્ટેમ્બર 2016ના રોજ થઈ હતી, આ વાત સેનાએ કહી હતી. બીજી તરફ કોંગ્રેસની સરકારો દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે 3 સર્જિકલ સ્ટ્રાઈક થઈ. રાજીવ શુક્લાએ કહ્યું 6, અશોક ગેહલોતે કહ્યું 15, સીતારમૈયાએ કહ્યું 10 થી 12 થઈ. પરંતુ જ્યારે સેનાએ આરટીઆઈમાં ના પાડી દીધી, ત્યારે તેઓએ કહેવાનું શરૂ કર્યું કે સર્જિકલ સ્ટ્રાઈક કરીને શું થયું.

શું છે સમગ્ર મામલો?

સર્જિકલ સ્ટ્રાઈક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવ્યા હતા. દિગ્વિજય સિંહે કહ્યું છે કે તેઓ (કેન્દ્ર) સર્જિકલ સ્ટ્રાઈક વિશે વાત કરે છે કે અમે ઘણા લોકો માર્યા છે પરંતુ કોઈ પુરાવા નથી. સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પુલવામા પર સંસદમાં કોઈ રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી. તેઓ માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે. હજુ સુધી પુલવામા અંગે કોઈ અહેવાલ નથી. પુલવામામાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા. આજદિન સુધી તે વાહનની તપાસ કરવામાં આવી નથી.

Next Article