Rajya Sabha Election: ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ચાર કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરી, 15 રાજ્યોની 57 બેઠકો માટે થશે ચૂંટણી

રાજ્યસભાની (Rajya Sabha) 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાવાની છે. નામાંકન પત્રોની ચકાસણી 1 જૂને થશે જ્યારે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 3 જૂન છે. 10મી જૂને પરિણામ જાહેર થશે.

Rajya Sabha Election: ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ચાર કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરી, 15 રાજ્યોની 57 બેઠકો માટે થશે ચૂંટણી
BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 7:47 PM

રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) માટે ભાજપ (BJP) તૈયાર છે. રાજ્યસભા માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કર્યા પછી, હવે પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે પ્રભારી કેન્દ્રીય મંત્રીઓની નિમણૂક કરી છે. ભાજપે નરેન્દ્ર સિંહ તોમરને રાજસ્થાનના પ્રભારી બનાવ્યા છે, જ્યારે ગજેન્દ્ર સિંહ શેખાવતને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ પાર્ટીએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મહારાષ્ટ્રના પ્રભારી અને જી કિશન રેડ્ડીને કર્ણાટકમાં ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા છે. પાર્ટી તમામ હોમવર્ક સાથે મેદાનમાં ઉતરવાની છે. 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે.

જૂન અને ઓગસ્ટ વચ્ચે જુદી જુદી તારીખે સભ્યો નિવૃત્ત થયા બાદ આ બેઠકો ખાલી પડી રહી છે. અત્રે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં જ્યાં 11 બેઠકો ખાલી પડી રહી છે. તે જ સમયે, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી છ-છ સીટો ખાલી થવા જઈ રહી છે. આ સિવાય બિહારમાં રાજ્યસભાના પાંચ અને આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં ચાર-ચાર સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. મધ્યપ્રદેશ અને ઓડિશામાંથી ત્રણ-ત્રણ સભ્યો જૂન અને ઓગસ્ટ વચ્ચે નિવૃત્ત થશે. તે જ સમયે, તેલંગાણા, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ અને હરિયાણામાંથી બે સભ્યો નિવૃત્ત થશે, જ્યારે ઉત્તરાખંડમાંથી પણ એક સભ્ય નિવૃત્ત થશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચાર કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરી

બીજેપી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને ગજેન્દ્ર સિંહ શેખાવતને આગામી રાજ્યસભા ચૂંટણી માટે અનુક્રમે રાજસ્થાન અને હરિયાણાના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. બંને રાજ્યોમાં ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરતા સ્પર્ધા નજીક અને રસપ્રદ બની છે. નિવેદન અનુસાર, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મહારાષ્ટ્રમાં રાજ્યસભા ચૂંટણી માટે પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ રાજ્યમાં પણ રાજ્યસભાની ચૂંટણીમાં નજીકનો મુકાબલો જોવા મળી શકે છે. પાર્ટીએ જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને કર્ણાટકમાં રાજ્યસભા ચૂંટણી માટે પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાજ્યસભા ચૂંટણી 10 જૂને યોજાશે

જણાવી દઈએ કે દેશના 15 રાજ્યોમાંથી રાજ્યસભાની 57 બેઠકો ભરવા માટે 10 જૂને ચૂંટણી યોજાવાની છે. નામાંકન પત્રોની ચકાસણી 1 જૂને થશે જ્યારે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 3 જૂન છે. 10મી જૂને પરિણામ જાહેર થશે. આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં અનેક દિગ્ગજો મેદાનમાં છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ભાજપના ઓબીસી મોરચાના વડા કે. લક્ષ્મણ, કોંગ્રેસના નેતાઓ રણદીપ સિંહ સુરજેવાલા, અજય માકન અને રાજીવ શુક્લા અને સુભાષ ચંદ્રા 10 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારાઓમાં સામેલ છે.

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">