Corona વેક્સિનની વૈશ્વિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અબજો ડોઝ રસીની જરૂર : અદાર પૂનાવાલા

|

Jun 30, 2021 | 11:39 PM

અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે અમે 60 મિલિયન રસીના ડોઝની નિકાસ કરી છે. જે કદાચ અન્ય કોઈ દેશ કરતા વધારે છે.

Corona વેક્સિનની વૈશ્વિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અબજો ડોઝ રસીની જરૂર : અદાર પૂનાવાલા
Corona વેક્સિનની વૈશ્વિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અબજો ડોઝ રસીની જરૂર અદાર પૂનાવાલા

Follow us on

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ જણાવ્યું હતું કે વૈશ્વિક આવશ્યકતાને પહોંચી વળવા માટે અબજો ડોઝ રસી(Vaccine) ની જરૂર છે. વિશ્વના તમામ રસી ઉત્પાદકો સહયોગ આપી રહ્યા છે અને આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ અને અન્ય દેશો પણ આગળ વધી રહ્યા છે.

જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે અમે 60 મિલિયન રસીના  ડોઝની નિકાસ કરી 

અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે અમે 60 મિલિયન રસીના (Vaccine) ડોઝની નિકાસ કરી છે. જે કદાચ અન્ય કોઈ દેશ કરતા વધારે છે. પછી બીજી લહેરે પ્રહાર કર્યો અને અમે ફક્ત ભારતીય વસ્તી તરફ વળ્યા કારણ કે ત્યારબાદ ભારતમાં રસીઓની વધારે જરૂર હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મને નથી લાગતું કે વસ્તુઓ એટલી ખોટી હતી

અદાર પૂનાવાલાએ કહ્યું કે રસી(Vaccine)ના અભાવને કારણે આવી સ્થિતિ અનિવાર્ય હતી. આ સ્થિતિમાં કોવેક્સ એક જરૂરી ભૂમિકા નિભાવી શકે છે. અમે ખરેખર ભારતમાંથી ઘણા ડોઝ નિકાસ કરવાનું શરૂ કર્યું હતું. પૂનાવાલાએ કહ્યું કે મને નથી લાગતું કે વસ્તુઓ એટલી ખોટી હતી.  તેમણે કહ્યું જે રસી માટેની વૈશ્વિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અબજો ડોઝની જરૂર છે. વિશ્વના તમામ રસી ઉત્પાદકો ટેકો આપી રહ્યા છે. અમે આગળ વધી રહ્યા છીએ અને અન્ય દેશો પણ આગળ વધી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કોવિશીલ્ડ રસીને લઇને યુરોપિયન યુનિયનના કેસમાં ખાતરી આપી હતી કે આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. જેમાં યુરોપિયન યુનિયનના દેશોએ એવી જાહેરાત કરી હતી કે કોવિશીલ્ડની રસી લેનારા લોકોને હાલ  પ્રવેશ આપવામાં આવશે નહિ.

યુરોપિયન યુનિયનમાં મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

આ વિષય પર અદાર પૂનાવાલાએ કહ્યું કે  ઘણા ભારતીયોને યુરોપિયન યુનિયનમાં મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેમણે કોવિશિલ્ડ રસી લીધી છે. તેમણે કહ્યું કે હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે મેં આ મામલાને ઉચ્ચતર સ્તરે ઉઠાવ્યો છે અને તેનો ઝડપથી ઉકેલ આવશે. પૂનાવાલાના જણાવ્યા મુજબ આ સમસ્યા નિયમનકારી અને રાજદ્વારી કક્ષાએ બંને સ્તરે ઉકેલવામાં આવશે.

Published On - 11:30 pm, Wed, 30 June 21

Next Article