Farm Laws Repeal Bill 2021 : વિપક્ષની ધાંધલ ધમાલ વચ્ચે લોકસભામાં કૃષિ કાયદાને પાછું ખેંચવા માટેનું બિલ પસાર થયું

|

Nov 29, 2021 | 12:54 PM

Parliament Winter Session : વિપક્ષે મચાવેલા હોબાળાને કારણે, લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ પહેલા વિપક્ષે મચાવેલ ધાંધલ ધમાલને કારણે લોકસભાની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Farm Laws Repeal Bill 2021 : વિપક્ષની ધાંધલ ધમાલ વચ્ચે લોકસભામાં કૃષિ કાયદાને પાછું ખેંચવા માટેનું બિલ પસાર થયું
lok sabha (File Photo)

Follow us on

લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે, 3 કૃષિ કાયદા પરત લેવાનુ બીલ પસાર કરવામાં આવ્યુ છે. વિપક્ષના હોબાળા વચ્ચે, કૃષિ કાયદાને રદ્દ કરવા માટે લાવવામાં આવેલ બિલને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં રજૂ કર્યું હતું, ત્યારબાદ તેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. દરમિયાન લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી મોકૂફ રાખવાની અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી હતી.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભામાં કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 પસાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભામાં કૃષિ કાયદા પાછુ ખેંચતુ બિલ રજૂ કર્યું. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર આજે જ રાજ્યસભામાં આ બિલ રજૂ કરી શકે છે. સંસદનું આ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણયની જાહેરાત કરી હતી અને ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટે આ ત્રણ કાયદાને રદ કરવાના બિલને મંજૂરી આપી હતી. આ સિવાય સરકાર આ સમગ્ર સત્રમાં લગભગ 30 બિલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં ક્રિપ્ટોકરન્સી, વીજળી, પેન્શન, નાણાકીય સુધારા અને બેંકિંગ કાયદા સંબંધિત બિલો સામેલ છે.

સંસદના શિયાળુ સત્રના પ્રારંભ પૂર્વે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તેઓ ઈચ્છે છે કે વિપક્ષ આ સત્રમાં સરકાર સાથે મળીને દેશની પ્રગતિના માર્ગો શોધે. ઉપરાંત, સંસદના શિયાળુ સત્ર, વિચારો, સકારાત્મક નિર્ણયોથી ખૂબ સમૃદ્ધ હોવું જોઈએ. પીએમએ કહ્યું કે સરકાર દરેક વિષય પર ખુલ્લી ચર્ચા કરવા અને દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે સંસદમાં પ્રશ્નો ઉઠાવવા ઈચ્છીએ છીએ પરંતુ સંસદની ગરિમા, લોકસભા અધ્યક્ષની ગરિમાનું સન્માન કરીએ. તેમણે કહ્યું કે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ દેશે પોતાના લોકોને 100 કરોડથી વધુ કોરોના રસી આપી છે. હવે અમે 150 કરોડથી આગળ વધી રહ્યા છીએ. અમે સંસદના તમામ સહયોગીઓને કોરોનાના નવા સ્વરૂપ પ્રત્યે સતર્ક રહેવા પ્રાર્થના કરીએ છીએ. સંકટની આ ઘડીમાં દરેકનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે.

આ પણ વાંચોઃ

Gold Price Today :  લગ્ન સીઝનમાં ફરી સોનાનો ચળકાટ વધ્યો, જાણો આજના તમારા શહેરના સોનાના ભાવ

 

Published On - 12:24 pm, Mon, 29 November 21

Next Article