Bihar: સ્વપ્નમાં આવેલા ભોલેનાથે મંદિર બનાવવાનો આપ્યો આદેશ, ભક્તે 5 લાખ પંચમુખી રૂદ્રાક્ષથી 20 ફૂટ ઊંચું અદ્ભુત શિવલિંગ બનાવી નાખ્યુ

|

Jul 05, 2022 | 6:09 PM

બિહાર(Bihar)ના મોતિહારીમાં પાંચ લાખ પંચમુખી રૂદ્રાક્ષમાંથી શિવલિંગ (Shivling) બનાવવામાં આવ્યું છે. શિવલિંગ પર સોનાનું પડ પણ ચઢાવવામાં આવ્યુ છે.

Bihar: સ્વપ્નમાં આવેલા ભોલેનાથે મંદિર બનાવવાનો આપ્યો આદેશ, ભક્તે 5 લાખ પંચમુખી રૂદ્રાક્ષથી 20 ફૂટ ઊંચું અદ્ભુત શિવલિંગ બનાવી નાખ્યુ
devotee built a wonderful Shivling 20 feet high from 5 lakh Panchmukhi Rudraksha

Follow us on

બિહાર(Bihar)ના મોતિહારીમાં એક અદ્ભુત શિવલિંગ(Shivling)ની સ્થાપના કરવામાં આવી છે. આ શિવલિંગને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. આ શિવલિંગ બનાવવા માટે 5 લાખ પંચમુખી રૂદ્રાક્ષ (Panchmukhi Rudraksh)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે તેના પર સોનાનું લેયર પણ ચડાવવામાં આવ્યું છે. આ અનોખા શિવલિંગને જોવા અને જલાભિષેક કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. ત્યારથી આ શિવલિંગ ચર્ચાનો વિષય બની રહ્યું છે. રાધાનગરની સિક્રિયા બીએડ કોલેજના મનોકામના સિદ્ધ હનુમાન આશ્રમના પ્રાંગણમાં આ અદ્ભુત શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. 

શિવલિંગની સ્થાપના અંગે કહેવામાં આવી રહ્યું છે કે રાધાકૃષ્ણ સેવા સંસ્થાનના પ્રમુખ આચાર્ય ડૉ.શંભુનાથ સિક્રિયાને ભગવાન શંકરે સ્વપ્નમાં આવીને મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. આચાર્ય ડૉ.શંભુનાથ સિક્રિયાએ દાવો કર્યો છે કે તેમના સપનામાં મહાદેવ આવ્યા હતા. તેમણે પોતે તેમને મંદિર બનાવવાનો આદેશ આપ્યો. તેણે સ્વપ્નમાં જે મંદિર જોયું હતું તે જ મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો છે. 

200 થી વધુ લોકોએ રૂદ્રાભિષેક કર્યો હતો

શિવલિંગની સ્થાપના પછી, તેના પર સૌપ્રથમ રુદ્રાભિષેક સુમેરુ પીઠાધીપતિ જગતગુરુ શંકરાચાર્ય નરેન્દ્રનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવ્યો હતો. રૂદ્રાભિષેક દરમિયાન 200 થી વધુ લોકોએ ભગવાન શંકરને જળ અર્પણ કર્યું હતું. આ દરમિયાન શંકરાચાર્યએ તમામ ભક્તોને રૂદ્રાક્ષને પ્રસાદ સ્વરૂપે આપ્યા હતા.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

જ્યાં રુદ્રાક્ષનું શિવલિંગ છે, ત્યાં લક્ષ્મીનો વાસ છે

તેમણે શિવલિંગ વિશે જણાવ્યું કે શિવલિંગ એ પાંચ લાખ રૂદ્રાક્ષથી બનેલું છે જે ભગવાન શિવની આંખમાંથી ઉત્પન્ન થયા છે, જેની ટોચ પર શિવનું મસ્તક છે, જેને આપણે ત્રિવેણી કહીશું. તેમણે કહ્યું કે જ્યાં રુદ્રાક્ષનું શિવલિંગ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે અને દરિદ્રતા હોતી નથી.

ગુજરાતમાં 51 ફૂટના રુદ્રાક્ષનું શિવલિંગ

અગાઉ ગુજરાતમાં 51 ફૂટનું રૂદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. અહીં ભારતનું સૌથી મોટુ રૂદ્રાક્ષ શિવલિંગ છે. ગુજરાતના શિવલિંગ અંગે જગત ગુરુ શંકરાચાર્યએ જણાવ્યું કે ગુજરાતમાં 51 ફૂટનું રૂદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. મોતિહારીમાં 20 ફૂટનું શિવલિંગ છે. જે બિહારમાં રુદ્રાક્ષથી બનેલું સૌથી ઊંચું શિવલિંગ છે. તેની સ્થાપના વિશ્વની શાંતિ અને કલ્યાણ માટે કરવામાં આવી છે.

Published On - 6:09 pm, Tue, 5 July 22

Next Article