Bihar: વિજય સિન્હાએ વિધાસભાના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, કહ્યું ‘સત્ય સામે લાવવું જરૂરી હતું’

|

Aug 24, 2022 | 1:18 PM

JDUના MLC દેવેશ ચંદ્ર ઠાકુરે બિહાર વિધાન પરિષદના અધ્યક્ષપદ માટે નોમિનેશન ભર્યું છે. આ દરમિયાન સીએમ નીતિશ કુમાર, આરજેડી નેતા રાબડી દેવી અને અન્ય હાજર રહ્યા હતા.

Bihar: વિજય સિન્હાએ વિધાસભાના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, કહ્યું સત્ય સામે લાવવું જરૂરી હતું
Bihar assembly speaker vijay sinha resigns
Image Credit source: File Photo

Follow us on

વિજય સિન્હાએ બિહાર વિધાનસભા (Bihar Assembly)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. આ પછી વિજય સિંહા (Speaker vijay sinha)એ ડેપ્યુટી સ્પીકરને બદલે નરેન્દ્ર નારાયણ યાદવને અધ્યક્ષ જાહેર કર્યા અને પછી ગૃહને સ્થગિત કરી દીધું. આ અંગે ગૃહમાં વિવાદ થયો હતો, જેડીયુએ તેનો સખત વિરોધ કર્યો હતો, કારણ કે નિયમો અનુસાર, સ્પીકરની ગેરહાજરીમાં, ડેપ્યુટી સ્પીકર ગૃહની કાર્યવાહી ચલાવે છે. અહીં JDUના MLC દેવેશ ચંદ્ર ઠાકુરે બિહાર વિધાન પરિષદના અધ્યક્ષપદ માટે નોમિનેશન ભર્યું છે. આ દરમિયાન સીએમ નીતિશ કુમાર, આરજેડી નેતા રાબડી દેવી અને અન્ય હાજર રહ્યા હતા.

જણાવી દઈએ કે બિહારમાં મહાગઠબંધનની સરકાર બની ત્યારથી જ વિધાનસભા અધ્યક્ષ વિજય સિન્હાના રાજીનામાની માગ કરવામાં આવી હતી, પરંતુ તેમણે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે આજે (બુધવારે) મુખ્યમંત્રી નીતિશ કુમારની વિનંતી પર, સ્પીકરે વિશેષ સત્ર બોલાવ્યું હતું.

મને પદ પરથી હટાવવાના પ્રયાસો થયાઃ સિંહા

વિજય સિન્હાએ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યા વિના રાજીનામું આપી દીધું અને કહ્યું કે મારી શુભકામનાઓ તમારી સાથે છે. અગાઉ તેમણે કહ્યું હતું કે હું પોતે જ હોદ્દો છોડી દેત, પરંતુ મારી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી અને મને પદ પરથી હટાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. મારા પર સરમુખત્યારશાહીનો આરોપ લગાવવામાં આવ્યા. 9 ઓગસ્ટે જ વિધાનસભા સચિવને મારી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેથી જ મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું નથી, જેથી હું તેનો જવાબ ગૃહમાં આપી શકું. તેમણે કહ્યું કે મારી સામે અવિશ્વાસ પ્રસ્તાવ ખોટો છે. એટલા માટે તેમણે રાજીનામું આપ્યું નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ

વાસ્તવમાં, સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના બે અઠવાડિયા પછી, ગૃહને તેને સાબિત કરવાની તક આપવામાં આવે છે અને આવી સ્થિતિમાં સ્પીકર બેઠક પર હાજર નથી. આ સંજોગોમાં ગૃહની કાર્યવાહી ડેપ્યુટી સ્પીકર દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ વિજય સિંહા દાવો કરી રહ્યા હતા કે તેમણે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકાર્યો નથી, તેથી તેઓ વિધાનસભાના અધ્યક્ષ તરીકે અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા કામ કરી શકે છે.

Next Article