સાંસદ વરુણ ગાંધીનું મોટું નિવેદનઃ ખાનગીકરણના નામે બધું વેચાઈ રહ્યું છે, કરોડો લોકોને બરબાદ કરવાનું ષડયંત્ર

|

Dec 20, 2021 | 10:03 PM

વરુણ ગાંધીએ કહ્યું કે, તેમના માટે દેશ પ્રથમ છે. રાજકારણ એ પછીનો વિચાર છે. દેશ માટે પોતે કંઈ પણ કરવા તૈયાર છે.

સાંસદ વરુણ ગાંધીનું મોટું નિવેદનઃ ખાનગીકરણના નામે બધું વેચાઈ રહ્યું છે, કરોડો લોકોને બરબાદ કરવાનું ષડયંત્ર
BJP MP Varun Gandhi (file photo)

Follow us on

ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધીએ (BJP MP Varun Gandhi)કહ્યું કે દરેક વસ્તુને નફાના દૃષ્ટિકોણથી જોવી યોગ્ય નથી. નોકરીઓ આપવાને બદલે છીનવી લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ખાનગીકરણના (Privatization) નામે બધું વેચાઈ રહ્યું છે. ખાનગીકરણના નામે કરોડો લોકોને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

પોતાના સંસદીય ક્ષેત્રના બે દિવસીય પ્રવાસના બીજા દિવસે સાંસદ વરુણ ગાંધીએ (MP Varun Gandhi) કહ્યું કે ખાનગીકરણના નામે કરોડો લોકોને બરબાદ કરવાનું ષડયંત્ર છે. તેઓ સોમવારે પીલીભીત શહેરના ગાંધી સભાગૃહ ખાતે જિલ્લાના વેપારીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા.

સાંસદ વરુણ ગાંધીએ વેપારીઓની સમસ્યાઓ જાણી, ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. બાંસુરી ઉત્સવના નામે નાણાં વસૂલવાની ફરિયાદો મળતાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. ખાનગીકરણ અને ઈ-કોમર્સ દ્વારા થતા તમામ ધંધાને દેશની અર્થવ્યવસ્થા માટે મોટો ખતરો ગણાવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે દરેક વસ્તુને નફાના દૃષ્ટિકોણથી જોવી યોગ્ય નથી. નોકરીઓ આપવાને બદલે છીનવી લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ખાનગીકરણના નામે બધું વેચાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે હિંદુ-મુસ્લિમ, ઉજળીયાત-પછાત, જાત પાતના રચાયેલા જાળામાંથી બહાર આવવું જોઈએ, એક થાઓ, અવાજ ઉઠાવો અને દેશને બચાવો.

સાંસદે કહ્યું કે યુવાનો રોજગારની (Employment) શોધમાં ભટકી રહ્યા છે અને ઉપરથી ખાનગીકરણના નામે કરોડો લોકોને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમના માટે દેશ પ્રથમ છે. રાજકારણ એ પછીનો વિચાર છે. દેશ માટે પોતે કંઈ પણ કરવા તૈયાર છે તેમ જણાવ્યુ હતું.

આ પણ વાંચોઃ

IND vs SA: વિરાટ કોહલી અને આર અશ્વિન ઇતિહાસ રચશે ! ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પાસે પણ નવો રેકોર્ડ બનાવવાની તક

આ પણ વાંચોઃ

IND vs SA: ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સાઉથ આફ્રિકા ક્રિકેટે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

Next Article