Big News: RJD ધારાસભ્ય ભોલા યાદવની ધરપકડ, જમીન અને IRCTC કૌભાંડમાં દરોડા બાદ CBIની કાર્યવાહી

|

Jul 27, 2022 | 2:38 PM

સીબીઆઈ(CBI)એ જમીન અને આઈઆરસીટીસી કૌભાંડ(IRCTC Scam)ના સંબંધમાં લાલુ પ્રસાદના નજીકના પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવની ધરપકડ કરી છે.

Big News: RJD ધારાસભ્ય ભોલા યાદવની ધરપકડ, જમીન અને IRCTC કૌભાંડમાં દરોડા બાદ CBIની કાર્યવાહી
Arrest of RJD MLA Bhola Yadav (File Image)

Follow us on

CBIએ RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ(lalu Prasad yadav)ના નજીકના ગણાતા ભોલા યાદવ(Bhola Yadav)ની રેલવેમાં નોકરીના બદલામાં જમીન લેવાના કેસમાં ધરપકડ કરી છે. આ સાથે CBI ભોલા યાદવના ચાર સ્થળો પર દરોડા પાડી રહી છે. ભોલા યાદવ આરજેડીના પૂર્વ ધારાસભ્ય અને MLC રહી ચૂક્યા છે. તેમને લાલુ યાદવની ખૂબ નજીક માનવામાં આવે છે. બીમાર પડ્યા બાદ તેઓ તેમની સાથે રહીને તેમની સંભાળ લે છે. તેમનુ મહત્વ લાલુ પરિવારમાં એક સભ્યની જેમ છે. ભોલા યાદવને CBI દ્વારા ચાર દિવસ પહેલા રેલવેના IRCTC કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ભોલા યાદવ આ કેસનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. સીબીઆઈ પટનાના બે સ્થળો પર પણ સર્ચ કરી રહી છે. તેમાંથી એક તેમની સીએની ઓફિસ છે જ્યારે સીબીઆઈ દરભંગામાં તેના બે સ્થળો પર પણ દરોડા પાડી રહી છે.

ભોલા યાદવ વર્ષ 2015માં બહાદુરપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ હયાઘાટથી આરજેડીની ટિકિટ પર ઉતર્યા હતા. પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભોલા યાદવ લાલુ સાથે પડછાયાની જેમ રહે છે

ભોલા યાદવ લાલુ પ્રસાદ સાથે પડછાયાની જેમ રહે છે. ચારા કૌભાંડ સહિતના અનેક મામલામાં સંડોવાયેલા લાલુ પ્રસાદની સાથે તે કોર્ટ અને હોસ્પિટલોમાં દરેક જગ્યાએ જોવા મળે છે. ભોલા યાદવ પર અપ્રમાણસર સંપત્તિ મેળવવાનો પણ આરોપ છે. તેઓ લાલુ પ્રસાદના નજીકના તેમજ તેમના રાજદાર હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે તેની અઢળક સંપત્તિ કમાવાની વાતો સામે આવી રહી છે. આ કેસમાં સીબીઆઈની ટીમે રાબડીના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જમીનના બદલામાં નોકરીની વાત છે શું આખરે

હકીકતમાં, 2004 થી 2009 સુધી, જ્યારે આરજેડી વડા લાલુ પ્રસાદ રેલ્વે મંત્રી હતા. ત્યારબાદ તેમના કાર્યકાળ દરમિયાન રેલવેની ભરતીમાં ગરબડ થઈ હતી. આ મામલામાં સીબીઆઈની તપાસ બાદ જે માહિતી બહાર આવી છે તે મુજબ ઘણા લોકો પાસેથી ખૂબ જ મોંઘી જમીન લઈને લોકોને નોકરી આપવામાં આવી હતી. આ બાબતના તાર પણ પટના સાથે જોડાયેલા છે. આ અંગે સીબીઆઈ સતત કાર્યવાહી કરી રહી છે.

 

Published On - 11:44 am, Wed, 27 July 22

Next Article