રમઝાન પહેલા CM યોગીનો મહત્વનો નિર્ણય, ધાર્મિક સ્થાન પર એક સાથે આટલા જ લોકોની એન્ટ્રી

UP રાજ્યની યોગી સરકારે ધાર્મિક સ્થળોએ મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. વધતા જતા કોરોનાના કારણે આ નિર્ણય લેવાયો છે.

  • tv9 webdesk37
  • Published On - 14:59 PM, 11 Apr 2021
રમઝાન પહેલા CM યોગીનો મહત્વનો નિર્ણય, ધાર્મિક સ્થાન પર એક સાથે આટલા જ લોકોની એન્ટ્રી
CM યોગી (File Image)

ઉત્તર પ્રદેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્યની યોગી સરકારે ધાર્મિક સ્થળોએ મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સમયે કોઈપણ ધાર્મિક સ્થળે પાંચથી વધુ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે અધિકારીઓને સૂચના આપી છે કે ધાર્મિક સ્થળે માત્ર પાંચ લોકોનો પ્રવેશ થાય.

તમને જણાવી દઈએ કે નવરાત્રી 13 એપ્રિલથી શરૂ થઈ રહી છે અને રમઝાન પણ 13 એપ્રિલથી શરૂ થવાની સંભાવના છે. આ તહેવારો પર મંદિરો અને મસ્જિદોમાં ખૂબ ભીડ રહે છે. સરકારના નિર્ણય બાદ માત્ર પાંચ જ લોકો સાથે પ્રવેશ મેળવી શકશે. આવી સ્થિતિમાં મંદિરો અને મસ્જિદોમાં વધારે ભીડ એકઠી નહીં થાય. રમઝાનના શરૂઆતના દિવસોમાં રોઝા ખોલ્યા પછી, ઘણા લોકો તરાવીહ વાંચવા માટે જાય છે, પરંતુ સરકારના નિર્ણય પછી, ફક્ત પાંચ જ લોકો એક સાથે પ્રવેશ કરી શકશે અને મસ્જિદો ખાલી રહેશે.

રાજ્યમાં નવા કેસોમાં ઝડપથી વધારો

નોંધપાત્ર વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. શનિવારે યુપીમાં કોરોના ચેપના 12,787 નવા કેસ નોંધાયા હતા અને 48 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વધતા જતા કેસોને જોતા રાજ્યના ગોરખપુર, બાંદામાં શનિવારે કર્ફ્યુ જાહેર કરાયો હતો. આ સાથે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે મથુરામાં કૃષ્ણના જન્મસ્થળ પર નિયમો કડક બનાવવામાં આવ્યા હતા.

બહારથી આવતા મુલાકાતીઓનાં પરીક્ષણ પર ભાર

સીએમ યોગી આદિત્યનાથે શનિવારે મળેલી બેઠકમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક સહિતના ઘણા પ્રાંતોમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર છે. ત્યાંથી આવતા લોકોનું કોવિડ પરીક્ષણ રેલ્વે સ્ટેશન, એરપોર્ટ પર થવું જ જોઇએ. આ ઉપરાંત દરેક ગ્રામ પંચાયતો, વોર્ડ, મ્યુનિસિપલ બોડીઓમાં મોનિટરિંગ કમિટીઓ કાર્યરત થવી જોઈએ અને તેમને એકીકૃત કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ સાથે જોડવી જોઈએ. કોવિડ સામે રક્ષણ આપવા માટે તકેદારી અને સાવધાની ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

આ પણ વાંચો: વિદેશી વાયરસના આ સમયમાં તંદુરસ્ત રહેવા માટે અપનાવો આ દેશી આહાર

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસ દરરોજ કેમ તોડે છે રેકોર્ડ? જાણો નિષ્ણાંતોએ આપ્યા કોરોના