AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મણિપુરમાં નીતિશની પાર્ટીને મોટો ફટકો, JDUના 7માંથી 5 ધારાસભ્યો BJPમાં જોડાયા

મણિપુર વિધાનસભા(manipur Assembly)ના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા હસ્તાક્ષર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્પીકરે JD(U)ના પાંચ ધારાસભ્યોના ભાજપમાં વિલીનીકરણનો સ્વીકાર કર્યો છે.

મણિપુરમાં નીતિશની પાર્ટીને મોટો ફટકો, JDUના 7માંથી 5 ધારાસભ્યો BJPમાં જોડાયા
Big blow to Nitish's party in Manipur, 5 out of 7 JDU MLAs join BJP
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 6:37 AM
Share

મણિપુર((Manipur)માં, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર(Nitish Kumar)ના જનતા દળ (JDU) ના સાતમાંથી પાંચ ધારાસભ્યો શુક્રવારે સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા. મણિપુર વિધાનસભાના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા હસ્તાક્ષર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્પીકરે JD(U)ના પાંચ ધારાસભ્યોના ભાજપમાં વિલીનીકરણનો સ્વીકાર કર્યો છે. પક્ષ બદલનારા ધારાસભ્યોની સંખ્યા કુલના બે તૃતીયાંશ કરતાં વધુ હોવાથી, તેમનું પક્ષપલટો માન્ય ગણવામાં આવશે.

આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં JD(U)એ 38માંથી છ બેઠકો જીતી હતી. જે ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમાં જોયકિશન, એન સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, ભૂતપૂર્વ ડીજીપી એલએમ ખુટે અને થંજમ અરુણકુમાર છે. ખૌટે અને અરુણ કુમારે અગાઉ ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડવાની માંગ કરી હતી, પરંતુ પાર્ટી દ્વારા નામંજૂર કરવામાં આવતાં તેઓ JD(U)માં જોડાયા હતા.

વર્ષો બાદ જેડીયુએ 7 સીટો જીતી હતી

જો કે, જેડી(યુ) એ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 22 વર્ષના અંતરાલ પછી મણિપુરમાં વિધાનસભા બેઠકો જીતી હતી. પાર્ટીએ 2000ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં માત્ર એક બેઠક જીતી હતી, પરંતુ મણિપુરમાં સતત ચૂંટણીમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, JD(U) એ મણિપુરમાં ચૂંટણી લડી ન હતી. ખાસ વાત એ છે કે ધારાસભ્યોનો પાર્ટી છોડવાનો નિર્ણય એ સમાચાર પછી સામે આવ્યો છે જેમાં રાજ્યની ભાજપ સરકારથી JDUના અલગ થવાની માહિતી સામે આવી હતી.

નીતિશે બિહારમાં એનડીએ છોડી દીધું

આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીમાં ભાજપ અને જેડી(યુ) એ સાથી પક્ષ તરીકે ચૂંટણી લડી ન હતી. ચૂંટણી પરિણામો પછી, સાત JD(U) ધારાસભ્યોએ સરકારને સમર્થન આપ્યું. ભારતના ચૂંટણી પંચે (ECI) આ મહિનાની શરૂઆતમાં મણિપુરમાં JD(U) ને રાજ્ય પક્ષ તરીકે માન્યતા આપી હતી. અગાઉ ઓગસ્ટમાં નીતિશ કુમારે એનડીએ છોડીને આરજેડી અને અન્ય પક્ષો સાથે મહાગઠબંધનની સરકાર બનાવી હતી.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">