ભારત જોડો ન્યાય યાત્રાથી લઈને મહારાષ્ટ્રમાં ગઠબંધન સુધી- જાણો ખરગે રાહુલની બેઠકમાં શું બની રણનીતિ

લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ધારાસભ્ય દળના નેતાઓ સાથે બેઠક કરી. બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓથી લઈને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ચર્ચા થઈ.

ભારત જોડો ન્યાય યાત્રાથી લઈને મહારાષ્ટ્રમાં ગઠબંધન સુધી- જાણો ખરગે રાહુલની બેઠકમાં શું બની રણનીતિ
Congress has no money to spend in elections (File)
| Updated on: Jan 04, 2024 | 9:39 PM

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરશે. ભારત જોડો ન્યાય યાત્રા અને લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ બેઠક કરી. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ અને વિધાયક દળના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ભારત જોડો ન્યાય યાત્રાની રણનીતિ બનાવવામાં આવી. સાથે જ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ. તો ખરગેએ મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતાઓ સાથે પણ બેઠક કરી. બેઠકમાં ખરગેએ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ સાથે ઈન્ડિયા ગઠબંધનના ઘટક દળો સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી. પરંતુ અંતિમ નિર્ણય તો મહારાષ્ટ્ર કોંગ્રેસનો જ રહેશે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે 14 તારીખથી ભારત ન્યાય ય્તારા વિશે વાતચીત થઈ. આજે કોંગ્રેસ અધ્યક્ષ ખરગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ત્રણ કલાક સુધી બેઠક ચાલી. જેમા તમામ પ્રદેશ અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓ હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણીની તૈયારીઓને મુદ્દે ચર્ચા કરવામાં આવી.

રાહુલ ગાંધી શરૂ કરશે ભારત જોડો ન્યાય યાત્રા

તેમણે જણાવ્યુ કે ભારત જોડો યાત્રા જે થઈ હતી તે પરિવર્તનકારી પદયાત્રા હતી. દેશમાં ભારે પરિવર્તન થયુ. સંગઠનમાં નવી જાન આવી. યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા રહેશે. તેમણે જણાવ્યુ કે મણિપુરમાં 107 કિલોમીટરની યાત્રા થશે. આ યાત્રા 4 જિલ્લા, 2 લોકસભા, 11 વિધાનસભાને કવર કરશે. જ્યાં તેઓ દોઢ દિવસ રોકાશે. નાગાલેન્ડમાં 257 કિલોમીટરની યાત્રા રહેશે, જે 5 જિલ્લાને કવર કરશએ અને 2 દિવસ રોકાશે. અસમમાં 833 કિલોમીટરની યાત્રા રહેશે. જ્યાં તેઓ 8 દિવસ રોકાશે અને 17 જિલ્લા કવર કરશે.

આ પણ વાંચો: લોકસભાની તૈયારીઓ મુદ્દે ખરગેની અધ્યક્ષતામાં મળી AICCની બેઠક, કોંગ્રેસના નેતાઓને અધ્યક્ષે આપી આ સખ્ત ચેતવણી- વાંચો

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની સીટોની વહેંચણી મુદ્દે ચર્ચા બેઠકમાં પ્રારંભિક ચર્ચા થઈ. બાલાસાહેબ થોરાટ, નાના પટોલે અને મલ્લિકાર્જુન ખરગે વચ્ચે ચર્ચા થઈ. બંને નેતાઓએ ખરગેને જાણકારી આપી કે કોંગ્રેસ કેટલી બેઠકો જીતી શકે છે. જો કે ખરગેએ બંને નેતાઓને સલાહ આપી કે ચૂંટણી સહયોગી દળો સાથે લડવી જોઈએ. બેઠક બાદ બાલાસાહેબ થોરાટ મુંબઈ માચે રવાના થઈ ગયા.

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:52 pm, Thu, 4 January 24