ભારત બાયોટેકને નેઝલની વેક્સિન માટે DCGIએ આપી મંજૂરી, કોવિડ સામે વધુ અસરકારક

|

Nov 25, 2022 | 8:18 PM

iNCOVACC એ ભારતની પહેલી નેઝલ વેક્સિન છે, જેને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. તે વાસ્તવમાં બૂસ્ટર વેક્સિન છે. હાલમાં, તેના ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી (DCGI Permission) આપવામાં આવી છે.

ભારત બાયોટેકને નેઝલની વેક્સિન માટે DCGIએ આપી મંજૂરી, કોવિડ સામે વધુ અસરકારક
corona vaccine

Follow us on

ભારત બાયોટેકની કોવિડ નેઝલ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને લીલી ઝંડી મળી ગઈ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ શુક્રવારે નેઝલની વેક્સિન iNCOVACC ના ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી આપી હતી. કોઈપણ રસીના ઉપયોગ માટે ડીસીજીઆઈ પાસેથી મંજૂરી લેવી પડે છે, ત્યારબાદ જ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવે છે. હૈદરાબાદ સ્થિત વેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકે જણાવ્યું હતું કે નેઝલ વેક્સિન વધુ અસરકારક હોઈ શકે છે.

iNCOVACC એ ભારતની પહેલી નેઝલ વેક્સિન છે, જેને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. તે વાસ્તવમાં બૂસ્ટર વેક્સિન છે. હાલમાં, તેના ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. આ રસી એવા લોકોને આપવામાં આવશે જેમણે કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને ડોઝ લીધા છે. આ વેક્સિનનો ત્રીજો અને બૂસ્ટર ડોઝ હશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નીડલ ફ્રી છે નેઝલ કોવિડ વેકિસન

મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ટ્રાનાસલ ઈમ્યુનાઈઝેશન નાકમાં રોગપ્રતિકારક પ્રતિભાવ બનાવે છે, જે વાયરસનો એન્ટ્રી પોઈન્ટ છે. ભારતમાં કોરોના સામે મોટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને દેશની મોટાભાગની વસ્તીને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. દેશની મોટા ભાગની વસ્તીને ત્રીજો ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. ભારત બાયોટેકે નેઝલની રસી બનાવી છે, જેની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. બૂસ્ટર ડોઝ કોરોના વાયરસ રોગ, ચેપ અને ટ્રાન્સમિશનને રોકવામાં મદદ કરી શકે છે. આ રીતે રસીના બંને ડોઝ કોવિડને રોકવામાં સક્ષમ છે, પરંતુ બૂસ્ટર ડોઝ પછી કોવિડ સામે રક્ષણ વધુ વધે છે. આ વર્ષે 10 એપ્રિલથી દેશભરમાં બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે.

DCGIએ આપી મંજૂરી

રિપોર્ટ મુજબ તે લોકો નેઝલની રસી લઈ શકે છે, જેમને 6 મહિનાના અંતરાલમાં રસીનો બીજો ડોઝ મળ્યો છે. કારણ કે તે નેઝલ વેક્સિન છે, તેથી તે નીડલ ફ્રી વેક્સિન છે, તે લગાવી સરળ છે. ડીસીજીઆઈ એ 6 સપ્ટેમ્બરના રોજ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીના પ્રતિબંધિત ઉપયોગને મંજૂરી આપી હતી, પરંતુ હવે ડીસીજીઆઈ એ આ નેઝલની રસીને ઈમરજન્સી યુઝ અર્થારાઈઝેશન આપી છે. ભારત બાયોટેકે પણ રસીની માર્કેટ અર્થારાઈઝેશન માટે અરજી કરી છે.

Next Article