Bengaluru floods : 32 વર્ષમાં સૌથી વધુ વરસાદ, 300 કરોડના પેકેજની જાહેરાત – જુઓ મોટી અપડેટ્સ

|

Sep 06, 2022 | 10:29 AM

બેંગ્લોર શહેરમાં ઘણાનદી, તળાવો અને નાળાઓ જમીનમાં ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

Bengaluru floods : 32 વર્ષમાં સૌથી વધુ વરસાદ, 300 કરોડના પેકેજની જાહેરાત - જુઓ મોટી અપડેટ્સ
32 વર્ષમાં સૌથી વધુ વરસાદ, 300 કરોડના પેકેજની જાહેરાત - જુઓ મોટી અપડેટ્સ
Image Credit source: PTI

Follow us on

Bengaluru floods: બેંગ્લોરમાં મુશળધાર વરસાદના કારણે લોકો ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ગળાડુબ ભર્યા છે. રસ્તાઓ પણ જાણે દરિયા બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં કેટલીક ગાડીઓ પણ જળમગ્ન થઈ ગઈ છે. કેટલાક રસ્તાઓ પર પાણીનું પૂર જતું હોય તેવા દ્રશ્યો જાવા મળી રહ્યા છે. ભારે વરસાદ (Heavy Rain)ના કારણે લોકો કલાકો સુધી ટ્ર્રાફિક (Traffic)માં ફસાયેલા જોવા મળી રહ્યા છે. શહેરના અનેક નદી, નાળા અને તળાવ છલોછલ ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. જેમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. એક હપ્તાહમાં આ બીજી વખત છે. જ્યારે શહેરને આ પુરનો સામનો કરવો પડી રહ્યો છે

  1. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ બેંગલુરુમાં પૂરને પહોંચી વળવા માટે 300 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. બોમાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાહેર કરાયેલા ભંડોળનો ઉપયોગ રસ્તાઓ, ટ્રાન્સફોર્મર્સ, ઈલેક્ટ્રીક પોલ અને શાળાઓ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે કરવામાં આવશે.
  2. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, સોમવારે મુખ્યમંત્રી બોમાઈએ શહેરમાં પૂરની સ્થિતિ અને તેના કારણે થયેલા નુકસાન અંગે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંગલુરુમાં પૂરના પાણીના નિકાલ માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીના ગટરના નિર્માણ માટે કુલ 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પૂરના સ્થિર પાણી ઓસરતા જ પાણીની ગટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
  3. કર્ણાટક સરકારે બેંગ્લોર માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની વધુ એક કંપની બનાવવાનો નિર્ણય લીધો છે.બેગ્લોર શહેર હાલમાં આ પુરનો સામનો કરી રહ્યો છે. સીએમ જણાવ્યું કે, હોડી અને અન્ય જરુરી સાધનો માટે 9.50 કરોડ રુપિયા જાહેર કરવામાં આવ્યા છે.
  4. બોમ્માઈએ કહ્યું કે 1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં 150 ટકા વધુ વરસાદ થયો છે. જ્યારે મહાદેવપુરા, બોમ્મનહલ્લી અને કેઆર પુરમ જેવા અન્ય વિસ્તારોમાં સામાન્ય કરતાં 307 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. સીએમએ કહ્યું કે બેંગલુરુમાં આ વરસાદ છેલ્લા 32 વર્ષમાં (1992-93)માં સૌથી વધુ છે. ભારે વરસાદને કારણે 164 તળાવોમાં પાણી ટોચ પર ભરાઈ ગયા છે.
  5. SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
    શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
    આજનું રાશિફળ તારીખ : 05-05-2024
  6. પૂરના કારણે, બેંગલુરુના 80 ટકા વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો આગામી બે-ત્રણ દિવસમાં પ્રભાવિત થશે. શહેરમાં અચાનક ભારે વરસાદ પછી સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સીએમ બોમાઈએ સોમવારે તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમો રદ કર્યા. તે પછી તે એન્જિનિયરોની સાથે પમ્પિંગ સ્ટેશન પર નુકસાનનું મૂલ્યાંકન કર્યું હતુ.
  7. ભારતીય હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. બેંગ્લોર અને કર્ણાટકના ત્તટીય વિસ્તારો કર્ણાટકના ત્રણ જિલ્લાઓ રાજ્યના પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ઉત્તર કન્નડ, દક્ષિણ કન્નડ, શિવમોગ્ગા, ચિકમગલુર અને ઉડુપી જિલ્લામાં 5 થી 9 સપ્ટેમ્બર માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  8. બેંગ્લોરની આઈટી કંપનીઓને પુરના કારણે મોટો ઝટકો લાગ્યો છે. આઈટી કંપનીને 30 ઓગ્સ્ટના રોજ 225 કરોડનું નુકશાન થયું છે. ભારે વરસાદના કારણે અને પુરથી અનેક કર્મચારીઓ 5 થી 6 કલાક ટ્રાફિકમાં ફસાયા હતા. કેટલાક ઓફિસ પણ પહોંચી શક્યા નહતા.
Next Article