લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર દેશના ખેડૂતોનું દુ:ખ કરશે દૂર,આચારસંહિતા પણ તેમાં આડે ન આવશે
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષ પોતાનું જોર લગાવી રહ્યું છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક સાથે 4 હજાર રૂપિયા નાખવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ વચગાળાના બજેટમાં જાહેર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 હપ્તામાં નાણાં ચુકવણી કરવાની […]

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષ પોતાનું જોર લગાવી રહ્યું છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક સાથે 4 હજાર રૂપિયા નાખવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ વચગાળાના બજેટમાં જાહેર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 હપ્તામાં નાણાં ચુકવણી કરવાની મોદી સરકારે જાહેરાત કરી હતી.
આ માટે મોદી સરકાર હાલમાં ચૂંટણી પહેલાં એક સાથે 2 હપ્તાની ચૂકવણી કરવા અંગે વિચાર કરી રહી છે. જો આવું થશે તો ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા જમા થશે. નાણામંત્રી પીયૂષ ગોયલ દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) નામની પ્રત્યક્ષ આવક સહાયતા યોજનાની ઘોષણા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લગભગ 12 કરોડ નાના અને ગરીબ ખેડૂતોને પ્રતિ વર્ષ 6000 રૂપિયાની ચુકવણી કરવામાં આવશે એવી જાહેરાત થઈ હતી.
ખાસ વાત એ છેકે, આ રકમ ડાયરેક્ટ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ત્રણ હપ્તાઓમાં આપવામાં આવશે. બે હેક્ટરની માલિકી વાળા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજના ચાલુ નાણાંકીય વર્ષમાં 1 દિસેમ્બર 2018ના રોજથી શરૂ કરવામાં આવશે અને માર્ચ 2019 સુધી યોજનાની પહેલો હપ્તો 2000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. કૃષિ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારો પાત્ર કિસાનોની ઓળખ કરવાની પ્રક્રિયામાં છે અને અપેક્ષા છે કે લાભાર્થિઓની શરૂઆતી યાદી જલ્દી તૈયાર થઈ જશે.
આ પણ વાંચો : મીડિયામાં કેન્દ્ર સરકાર પર સવાલોનો વરસાદ કરનાર રાહુલ ગાંધીએ નથી પૂછ્યો છેલ્લા 5 વર્ષમાં લોકસભામાં એક પણ સવાલ !
હાલમાં કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં ભૂમિ રેકોર્ડને ડિજિટલ કરવામાં આવ્યા છે. તેલંગણા, ઓડિશા અને ઝારખંડ પાસે પણ આંકડા છે. કારણ કે આ રાજ્યોએ પણ આ પ્રકારની યોજાનાઓ અગાઉથી ચાલી રહી છે. આ મામલે ચૂંટણીની આચાર સંહિતાની પણ કોઈ અસર થશે નહીં કારણ કે તે ચાલુ નાણાંકીય વર્ષ માટેની યોજના છે જેથી મોદી સરકાર માટે 2019નો માસ્ટર સ્ટ્રોક ગણી શકાય.
[yop_poll id=1387]
