ઈમાનદાર કરદાતાઓને શું મળશે ઈનામ? આવતીકાલે વડાપ્રધાન મોદી કરશે નવા પ્લેટફોર્મની શરૂઆત

|

Sep 20, 2020 | 11:17 PM

વડાપ્રધાન મોદી આવતીકાલે ટેક્સથી જોડાયેલા એક નવા પ્લેટફોર્મની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેનાથી ટેક્સના મામલે પારદર્શિતા વધશે અને ઈમાનદાર ટેક્સપેયર્સને પ્રોત્સાહિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન: ઓનરિંગ ધ ઓનેસ્ટ’ પ્લેટફઓર્મની શરૂઆત કરશે. આ પ્લેટફોર્મ દ્વારા 15 ઓગસ્ટ પહેલા જ દેશમાં ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહિત કરવાની વ્યવસ્થા શરૂ […]

ઈમાનદાર કરદાતાઓને શું મળશે ઈનામ? આવતીકાલે વડાપ્રધાન મોદી કરશે નવા પ્લેટફોર્મની શરૂઆત

Follow us on

વડાપ્રધાન મોદી આવતીકાલે ટેક્સથી જોડાયેલા એક નવા પ્લેટફોર્મની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેનાથી ટેક્સના મામલે પારદર્શિતા વધશે અને ઈમાનદાર ટેક્સપેયર્સને પ્રોત્સાહિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન: ઓનરિંગ ધ ઓનેસ્ટ’ પ્લેટફઓર્મની શરૂઆત કરશે. આ પ્લેટફોર્મ દ્વારા 15 ઓગસ્ટ પહેલા જ દેશમાં ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહિત કરવાની વ્યવસ્થા શરૂ થઈ જશે. વડાપ્રધાન મોદીની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશમાં ઈન્કમટેક્ષના તમામ પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર અને ચીફ કમિશ્નર જોડાશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઘણા ટેક્સમાં સુધારા કરવામાં આવ્યા છે. કોર્પોરેટ ટેક્સને ઘટાડી 30 ટકાથી 22 ટકા સુધી લાવવામાં આવ્યો છે અને નવા મેન્યુફેક્ચરિંગ યૂનિટ માટે તે 15 ટકા સુધી કરી દેવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે દેશની ઘણી સંસ્થાઓ ઈન્કમટેક્સ વ્યવસ્થાને ખત્મ કરવાની અથવા ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહિત કરવાની માગ કરતા રહે છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી ઈન્કમટેક્સને ખત્મ કરવાની વાત કરતા રહે છે. તમામ જાણકારો પણ કહે છે કે ભારતમાં ઈન્કમ ટેક્સ આપનારાને કોઈ પ્રોત્સાહન નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:58 pm, Wed, 12 August 20

Next Article