Baramulla Encounter: બારામૂલા એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદી ઠાર, એક પોલીસ જવાન શહીદ

|

May 25, 2022 | 12:25 PM

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) બારામૂલા ક્ષેત્રમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં થયેલા એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદી (Pakistani terrorist )ઠાર મરાયા હતા.

Baramulla Encounter: બારામૂલા એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદી ઠાર, એક પોલીસ જવાન શહીદ
Baramulla encounter
Image Credit source: ANI

Follow us on

જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir)  બારામૂલામાં સેના અને આતંકવાદીઓ(Terrorist) વચ્ચે થયેલી અથડામણમાં સેના દ્વારા 3 પાકિસ્તાની આતંકવાદી ઠાર મારવામાં આવ્યા હતા. તો આ અથડામણમાં એક પોલીસ જવાન પણ શહીદ થયા હતા. નોંધનીય છે કે બે દિવસથી સતત સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં અથડામણ થઈ રહી છે. ગત રોજ જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) શ્રીનગરમાં આતંકી હુમલો (Terrorist Attack) થયો હતો. જેમાં અચાર સૌરા વિસ્તારમાં એક જવાન શહીદ થયા હતા.

 

ગત રોજ થયો  હતો આતંકવાદી હુમલો

ગત રોજ  અચાર સૌરા વસ્તારમાં થયેલા  હુમલાની પુષ્ટિ કરતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ હોસ્પિટલમાં એક પોલીસકર્મી પર ગોળીબાર કર્યો. આ હુમલામાં તેમની પુત્રી પણ ઘાયલ થઈ છે. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ સૌરા વિસ્તારમાં મલિક સાબના રહેવાસી પોલીસકર્મી સૈફુલ્લાહ કાદરીના પુત્ર મોહમ્મદ સૈયદ કાદરી પર ગોળીબાર કર્યો હતો.

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાંચ સ્થાનિક આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમાંથી બે શ્રીનગર અને ત્રણ બારામુલ્લા જિલ્લામાંથી પકડાયા હતા. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે બારામુલાથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ એપ્રિલમાં બારામુલા જિલ્લામાં સરપંચની હત્યામાં સામેલ હતા.

Published On - 12:06 pm, Wed, 25 May 22

Next Article