Heavy rain : બેંગલુરુ એરપોર્ટ મુશળધાર વરસાદથી ડુબ્યું, ફ્લાઇટ પકડવા મુસાફરોએ ટ્રેક્ટરની સવારી કરી

|

Oct 12, 2021 | 12:48 PM

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Heavy rain : બેંગલુરુ એરપોર્ટ મુશળધાર વરસાદથી ડુબ્યું, ફ્લાઇટ પકડવા મુસાફરોએ ટ્રેક્ટરની સવારી કરી
Heavy rain bangalore

Follow us on

Heavy rain : ભારે વરસાદના કારણે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ભારે વરસાદને કારણે શહેરના ઘણા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા.

તે જ સમયે, બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(Kempegowda International Airport) પર પાણી ભરાઈ ગયું છે. જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બેંગ્લોરમાં આ મુશળધાર વરસાદ (Heavy rain )થી સરકારની પોલ ખુલ્લી પડી ગઈ છે. સેંકડો મુસાફરો એરપોર્ટ તરફ જવા માટે રાહ જોઈ રહ્યા હતા. ટર્મિનલ તરફ જતી ઘણી ટેક્સીઓ વરસાદના પાણીમાં ફસાઈ ગઈ. તે જ સમયે, મુસાફરો (Passengers)તેમને ટ્રેક્ટરમાં એરપોર્ટ પર લઈ જતા જોવા મળ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઘરમાં પાણી ઘુસી જતાં શોર્ટ સર્કિટ, એકનું મોત

 

ભારે વરસાદને પગલે બેંગલુરુમાં કોનાપ્પન અગ્રહારા બોર્ડર પર એક ઘર શોર્ટ સર્કિટથી છલકાઈ ગયું હતું. આ કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું. બેંગલોર સિટીના વેસ્ટ ડિવિઝનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડો.સંજીવ એમ.પાટીલે જણાવ્યું હતું કે, ઘરમાં બે લોકો હતા, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

યલો એલર્ટ જાહેર કરાયું

કર્ણાટક ઉપરાંત આજે કેરળના કોલ્લમ, પઠાણમથિટ્ટા, કોટ્ટાયમ, અલાફુજા, એર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ શહેરો માટે ઓરેન્જ એલર્ટ (Orange alert)પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરાગોડ જિલ્લાઓમાં હળવા વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં  વરસાદ પડશે

આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેચાયું છે. આ સિવાય આગામી ત્રણ દિવસ સુધી ગોવા અને કોંકણમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો : NHRC Foundation Day: પીએમ મોદીએ કહ્યું,ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને મહિલાઓને નવા અધિકારો આપ્યા

આ પણ વાંચો : Pakistan: વડાપ્રધાન ઈમરાન ખાનનું મોટું નિવેદન કહ્યું, ભારત અત્યારે વિશ્વ ક્રિકેટ ચલાવી રહ્યું છે

Next Article