પાકિસ્તાનમાં અલગ બલુચિસ્તાનની માગ બની પ્રબળ, સ્વતંત્રતા માટે પાકિસ્તાન સામે શરૂ કરી વૈશ્વિક ઘેરાબંધી
પાકિસ્તાન પોતાના દેશને સાચવી શકતો નથી અને બીજાના દેશમાં મોં મારી રહ્યુ છે. પોતાની જ જમીન સાચવવામાં નિષ્ફળ છે જે કાશ્મીરને સાચવવાની અને તેની પર કબ્જો મેળવવાના ધોળા દિવસે સપના જોઇ રહ્યો છે. પાકિસ્તાનની આવામને કંગાળ કરનાર, ભૂખમરામાં ધકેલનાર હવે પાકિસ્તાનની જમીનથી અવાજ ઉઠ્યો છે આઝાદી..આઝાદી.. પાકિસ્તાનથી કરો આઝાદ..ભારત અમારી કરો મદદ.
ભારત સામે હાર બાદ, ઇસ્લામાબાદથી રાવલપિંડી સુધી તણાવ વધી ગયો છે. પાકિસ્તાનને વિભાજનનો ભય છે. પાકિસ્તાની શાસકો અને લશ્કરી અધિકારીઓમાં ડર છે કે ભારત સાથેના યુદ્ધ પછી, જિન્નાહલેન્ડના ટુકડા થઈ શકે છે. પ્રશ્ન એ છે કે પાકિસ્તાનમાં અચાનક ફેલાયેલા આ ભય પાછળનું કારણ શું છે. આ ડરના બે મુખ્ય કારણો છે.
- બલુચિસ્તાન આઝાદીની ઘોષણા
- બલુચિસ્તાનમાં પીછેહઠ કરી રહેલી પાકિસ્તાની સેના
ખરેખર, ભારત દ્વારા હાર્યા પછી, પાકિસ્તાની સેના માત્ર બે દિવસમાં ઘુંટણિયે પડી ગઇ અને વિશ્વ સમક્ષ યુદ્ધવિરામ માટે વિનંતી કરવી પડી. હવે પાકિસ્તાની સેના ફક્ત વિશ્વમાં જ નહીં પરંતુ તેના પોતાના દેશમાં પણ ખુલ્લી પડી ગઈ છે.
પાકિસ્તાનની નબળી સેના જોઈને હવે બલૂચ નેતાએ બલૂચિસ્તાનની આઝાદીની જાહેરાત કરી છે, “ભારત બસ આટલું કરે કે જે 93 હજાર બંદૂકો પાકિસ્તાન પાસેથી છીનવી હતી સરેન્ડરના સમયે, એ જ બંદૂકો દસ-દસ ગોળીઓ સાથે અમને આપી દે. પછી જુઓ પાકિસ્તાન કેવી રીતે લડે છે. ના અમને એટમ બોમ્બની જરૂર છે, ના મિસાઇલની જરૂર છે, બસ એજ આપી દો”
સ્વતંત્ર બલૂચિસ્તાનની ઘોષણા કરનાર બલૂચ નેતાનું નામ છે મીર યાર બલોચ. જે વ્યવસાયે લેખક છે પણ વર્ષોથી બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. મીર યાર બલોચે જાહેર કર્યું છે કે પાકિસ્તાન હવે બલુચિસ્તાનનો ભાગ નથી, એટલે કે, બલુચિસ્તાન હવે સ્વતંત્ર છે. મીર યારે તેને બલુચ લોકોનો રાષ્ટ્રીય નિર્ણય ગણાવ્યો છે. બલુચિસ્તાનની ઔપચારિક સ્વતંત્રતાની જાહેરાત કરતી વખતે મીર યાર બલોચે 3 મહત્વપૂર્ણ વાતો કહી હતી.
- બલુચિસ્તાનમાં ટૂંક સમયમાં વચગાળાની સરકારની રચના થશે.
- બલૂચ મહિલાઓને સરકારમાં પ્રતિનિધિત્વ આપવામાં આવશે
- સ્વતંત્ર બલુચિસ્તાનનો રાજકીય સમારોહ યોજાશે
આ જ કારણ છે કે પાકિસ્તાનમાં હાલ ભારે હોબાળો મચી ગયો છે. આસીમ મુનીરની શ્વાસ અટકી પડ્યા છે અને શાહબાઝ શરીફની ઊંઘ ઉડી ગઇ છે. તેને હવે 1971નો ડર સતાવી રહ્યો છે. એવો ભય છે કે પાકિસ્તાનમાં ફરી એકવાર 1971નો ઇતિહાસ પુનરાવર્તિત થઈ શકે છે. જ્યારે પાકિસ્તાનની ભૂગોળ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
હકીકતમાં, બલૂચ નેતાઓએ કોઈપણ કિંમતે બલૂચિસ્તાનને આઝાદ કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે પાકિસ્તાન સામે વૈશ્વિક ઘેરાબંધી શરૂ કરી દીધી છે. જેમાંથી પાકિસ્તાન માટે બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બનશે. બલૂચ નેતાઓની તૈયારીઓ શું છે.
બલૂચ નેતા મીર યાર બલોચની આ જાહેરાત પછી, સોશિયલ મીડિયા પર #FREEBALOCHISTAN ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ બલૂચિસ્તાનમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને આઝાદીની માંગ કરી રહ્યા છે. લોકો હાથમાં ધ્વજ લઈને બેઠા છે અને પાકિસ્તાની સેના વિરુદ્ધ કૂચ કાઢવામાં આવી રહી છે.
એક તરફ સામાન્ય લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને બીજી તરફ બલૂચ લડવૈયાઓએ પાકિસ્તાન સેના સામે નિર્ણાયક યુદ્ધ શરૂ કરી દીધું છે. આસીમ મુનીરના કાયર સૈનિકો પર વિવિધ સ્થળોએ ઓચિંતા હુમલાઓ થઈ રહ્યા છે. બલુચિસ્તાનના KECH વિસ્તારમાં બલુચ લડવૈયાઓએ પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો. જ્યાંથી પસાર થઈ રહેલા સૈન્ય વાહન પર હુમલો કરવામાં આવે છે, હુમલાને કારણે બીજું વાહન અટકી જાય છે. તેમાં હાજર સૈનિકો સાથે બલુચ લોકો દુર્વ્યવહાર કરે છે.
બલૂચ લડવૈયાઓના આક્રમક વલણ સામે આસીમ મુનીરના સૈનિકો શરણાગતિ સ્વીકારી રહ્યા છે અને હવે બલૂચો બલૂચિસ્તાનના શહેરો પર કબજો કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટી લડાઈ હજુ બાકી છે. જો બલૂચ લડવૈયાઓ બલૂચિસ્તાનના મોટા ભાગ પર કબજો કરી લે છે, તો વાસ્તવિક યુદ્ધ બલૂચિસ્તાનને એક દેશ તરીકે માન્યતા અપાવવાની હશે. જેના માટે બલૂચ નેતાઓએ ખાસ તૈયારીઓ કરી છે.