Uttarakhand : પહાડ તુટી પડતા બદ્રીનાથ-ઋષિકેશ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, ખાંકરા પાસે સવારે અકસ્માત

|

Jul 17, 2022 | 9:26 AM

રાજ્યમાં ભારે વરસાદ સાથે ભૂસ્ખલનની સ્થિતિ છે. જેના કારણે હાઈવે બ્લોક થઈ રહ્યા છે. ઘણા યાત્રીઓ મુસાફરો આના કારણે ફસાયેલા છે. જણાવી દઈએ કે શનિવારના રોજ ખંકરા પાસે પહાડ ધસી પડવાને કારણે બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો.

Uttarakhand : પહાડ તુટી પડતા બદ્રીનાથ-ઋષિકેશ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, ખાંકરા પાસે સવારે અકસ્માત
Badrinath-Rishikesh national highway closed due to landslide
Image Credit source: Social Media

Follow us on

Chardham Yatra: ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે. ઉત્તરાખંડના (Uttarakhand) રુદ્રપ્રયાગમાં શનિવારે 16 જુલાઈના રોજ વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે (Badrinath-Rishikesh national highway) બંધ કરી દેવામાં આવ્યો હતો. પર્વતનો ભાગ ધસી આવીને બદ્રીનાથ (Badrinath)-ઋષિકેશ (Rishikesh) નેશનલ હાઈવે પર પડ્યો હતો. જો કે રાહતની વાત એ છે કે આ દરમિયાન કોઈ વાહનને નુકસાન થયું નથી. જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ અંગે હજુ સુધી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. ભૂસ્ખલનને કારણે હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, ઘણી જગ્યાએ માર્ગને નુકસાન થયું છે. આ અકસ્માત ખાંકરા પાસે થયો હતો.

ઉત્તરાખંડમાં હવામાનની સ્થિતિ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે લોકોને હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તરાખંડના દેહરાદૂનમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. જો તાપમાનની વાત કરીએ તો દેહરાદૂનમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે દેશના ઘણા રાજ્યોમાં જ્યાં વરસાદે ગરમીથી રાહત અપાવી છે, તો ઘણા રાજ્યો એવા છે જ્યાં વરસાદ એક સમસ્યા બની ગયો છે. જેમાં ગુજરાત, આસામ, મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યો ભારે વરસાદથી ત્રસ્ત છે. પરંતુ દિલ્હી, યુપી, બિહારમાં ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની રહી છે. જો કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં બિહાર, એમપી, છત્તીસગઢ, યુપી, ઝારખંડ, મહારાષ્ટ્ર, પંજાબમાં ભારે વરસાદની સંભાવના છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આગામી 24 કલાકમાં અહીં વરસાદ પડી શકે છે

ખાનગી હવામાન સમાચાર એજન્સી સ્કાયમેટે આગાહી કરી છે કે 21 જુલાઈથી સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસું વેગ પકડશે. આગામી 24 કલાક દરમિયાન, કોંકણ અને ગોવા, ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, દરિયાઈ કર્ણાટકમાં વરસાદની સંભાવના છે.

જ્યારે ગુજરાત ઉપરાંત પૂર્વીય આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, રાજસ્થાન, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, કોસ્ટલ આંધ્ર આગામી 24 કલાકમાં રાજ્ય અને તમિલનાડુમાં પણ વરસાદની શક્યતા છે.

 

Next Article