Ram Mandir: 155 દેશની નદીઓના જળથી રામલલાની મૂર્તિનો અભિષેક થશે, જાણો કેવી થઈ રહી છે તૈયારી
23 એપ્રિલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશ્વના 155 દેશની નદીઓના જળથી ભગવાન રામલલાની મૂર્તિનો ભવ્ય જલાભિષેક કરશે. જલાભિષેક માટે વિશ્વના વિવિધ ખંડોના 155 દેશમાં વહેતી નદીઓનું પાણી સીએમ યોગી આદિત્યનાથને સોંપશે. પાકિસ્તાનની રાવી નદીનું જળ પણ આ જળ કળશમાં સામેલ છે.
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાની દેશના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવાની અંતિમ તારીખ ડિસેમ્બર 2023 છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર 2023 પછી જાન્યુઆરી 2024માં મકરસંક્રાંતિના દિવસે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને બાંધકામની કામગીરી કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનની રાવી નદીનું જળ પણ આ જળ કળશમાં સામેલ છે
બીજી તરફ 23 એપ્રિલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશ્વના 155 દેશની નદીઓના જળથી ભગવાન રામલલાની મૂર્તિનો ભવ્ય જલાભિષેક કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, દિલ્હી નિવાસી વિજય જોલી અને તેમની ટીમ અયોધ્યામાં ભગવાન રામલલાની મૂર્તિનો જલાભિષેક કરવા માટે વિશ્વના વિવિધ ખંડોના 155 દેશમાં વહેતી નદીઓનું પાણી સીએમ યોગી આદિત્યનાથને સોંપશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની રાવી નદીનું જળ પણ આ જળ કળશમાં સામેલ છે.
સમારોહમાં દેશના દિગ્ગજ નેતાઓની સાથે અન્ય ઘણા દેશોના રાજદૂતો પણ ભાગ લેશે
ચંપત રાયે જણાવ્યું કે 23 એપ્રિલે મણિરામ દાસ કેન્ટોનમેન્ટ ઓડિટોરિયમમાં ‘જળ કળશ’ની પૂજા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિજય જોલી અને તેની ટીમ તરફથી મળેલા જળ કળશની પૂજા કરશે. આ જળ કળશમાં દરેક દેશનો ધ્વજ અને નદીના નામ સાથેનું સ્ટીકર હશે જ્યાંથી જળ લેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ સમારોહમાં દેશના દિગ્ગજ નેતાઓની સાથે અન્ય ઘણા દેશોના રાજદૂતો પણ ભાગ લેશે.
આ પણ વાંચો : Breaking News: કોંગ્રેસને વધુ એક ઝટકો, આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાયા
પાકિસ્તાનના હિંદુઓએ મોકલ્યું નદીનું જળ
પાકિસ્તાનમાં વહેતી નદીઓનું જળ સીધું ભારતમાં લાવવામાં આવ્યું નથી. રાયે જણાવ્યું કે પાકિસ્તાનની નદીઓનું જળ ત્યાં રહેતા હિન્દુઓ દ્વારા મોકલવામાં આવ્યું છે. ત્યાં રહેતા હિન્દુ સમુદાયના ભાઈઓએ પહેલા નદીમાંથી જળ લઈને દુબઈ મોકલ્યું અને પછી દુબઈથી આ જળ દિલ્હી લાવવામાં આવ્યું. જણાવી દઈએ કે આ જળમાં સૂરીનામ, ચીન, યુક્રેન, રશિયા, કઝાકિસ્તાન, કેનેડા અને તિબેટ સહિત અન્ય ઘણા દેશોની નદીઓનું જળ છે. આ જળથી રામલલાનો જલાભિષેક કરવામાં આવશે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…