
Auto9 Awards : ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં એક્સીલેન્સ, ઈનોવેશન અને લીડરશીપને સન્માન આપવા માટે TV9 નેટવર્ક Auto9 Awardsનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ 21 જાન્યુઆરી બુધવાર નવી દિલ્હીના રોજ તાજ પેલેસમાં હોટલમાં આયોજિત કરાશે. આ TV9 નેટવર્કનો ફ્લૈગશિપ એવોર્ડ પ્લેટફોર્મ છે જે ભારતનો સૌથી મોટો અને વિશ્વસનીય ઓટો એવોર્ડ મંચ છે.
Auto9 Awards 2026માં એવોર્ડ સેરેમનીની સાથે અનેક પેનલની ચર્ચા તેમજ ખાસવાતચીતનું સત્ર પણ રાખવામાં આવ્યું છે. જેમાં ઓટોમોબાઈલ કંપનીઓના મોટા અધિકારી, ઈન્ડસ્ટ્રી એક્સપર્ટસ અને નીતિ સાથે જોડાયેલા લોકો ભાગ લેશે. કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ કેન્દ્રિય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સંબોધન કરશે.
કાર્યક્રમની શરુઆત બપોરના 3 કલાકથી રજિસ્ટ્રેશનથી થશે. જેમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે. ઉદ્ઘાટન સત્ર સાંજે 4 વાગ્યે યોજાશે. તેમજ જુરીમાં સામેલ સભ્યોને સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ 4:25 કલાકે ઓટોમોબાઈલ સેક્ટરમાં સુંદર માર્કેટિંગ અને કોમ્યુનિકેશન માટે એવોર્ડ આપવામાં આવશે. 4:40 કલાકે એક પેનલમાં ચર્ચા થશે. જેમાં બદલાતી ટેકનોલોજી અને નવી મોબોલિટીમાં માર્કેટિંગ કેવી રીતે આગળ વધી રહ્યું છે. 5:20 કલાકે ટુ વ્હીલર વાહનો સાથે જોડાયેલા એવોર્ડ આપવામાં આવશે. જેમાં સુંદર પર્ફોર્મન્સ અને નવા આઈડિયા વાળા ટુવ્હીલર્સને સન્માન મળશે.
ત્યારબાદ સાંજે 5:50 કલાકે ગ્રાહકોની બદલાતી પસંદ અને બજારમાં વધતા વિકલ્પો વિશે ચર્ચા થશે.6:30 કલાકે ફોર વ્હીલ્સ માટે એવોર્ડ સેરેમની રાખવામાં આવી છે. જેમાં કાર સેગમેન્ટની સુંદર ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપવામાં આવશે. 7:05 વાગ્યે, મેક ઇન ઇન્ડિયા પર એક ખાસ ચર્ચા થશે, જેમાં ભારતમાં ઓટોમોબાઇલ ઉત્પાદન અને સ્થાનિક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મુખ્ય મહેમાન નીતિન ગડકરી 7:20 વાગ્યે પોતાનું ભાષણ આપશે.
8 કલાકે ગ્રાન્ડ ફિનાલે એવોર્ડસ હશે. છેલ્લે 8:35 કલાકે નેટવર્કિંગ ડિનરનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ લેવલ આમંત્રણ પર આધારિત છે.Auto9 Awardsનો ઉદ્દેશ્ય ભારતીય ઓટોમોબાઈલ અને મોબિલિટી ક્ષેત્રમાં નવીનતા, શ્રેષ્ઠતા અને નેતૃત્વને આદરપૂર્ણ અને વિશ્વસનીય રીતે ઓળખવાનો છે.
Published On - 1:56 pm, Mon, 19 January 26