વડાપ્રધાન મોદીને લંચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મંત્રીએ સંભળાવ્યો રસપ્રદ કિસ્સો, વાંચીને દરેક ભારતીયને થશે ગર્વ

વડાપ્રધાન મોદીએ એક મહિલાની તસ્વીર શેયર કરતા ઉલ્લેખ કર્યો છે કે તે જ્યારે ઓસ્ટ્રેલિયાના ડેલીગેશન સાથે લંચ કરી રહ્યા હતા, તે સમયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝની સાથે તેમના ઘણા સાથી હાજર હતા.

વડાપ્રધાન મોદીને લંચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મંત્રીએ સંભળાવ્યો રસપ્રદ કિસ્સો, વાંચીને દરેક ભારતીયને થશે ગર્વ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 6:15 PM

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ 8 માર્ચે તેમના 4 દિવસના ભારતના પ્રવાસ દરમિયાન ગુજરાત પહોંચ્યા હતા. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના ડેલીગેશન પણ સાથે હતા, જેમને ભારતની સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી અને આગળની રૂપરેખા બનાવી છે. અલ્બનીઝ હાલ ભારતથી રવાના થઈ ચૂક્યા છે પણ તેની વચ્ચે વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી તેમના પ્રવાસની એક મેમરી શેયર કરી છે.

વડાપ્રધાન મોદીએ એક મહિલાની તસ્વીર શેયર કરતા ઉલ્લેખ કર્યો છે કે તે જ્યારે ઓસ્ટ્રેલિયાના ડેલીગેશન સાથે લંચ કરી રહ્યા હતા, તે સમયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝની સાથે તેમના ઘણા સાથી હાજર હતા. તેમાંથી એક ઓસ્ટ્રેલિયાના ટ્રેડ એન્ડ ટુરિઝમ મંત્રી ડોન ફેરલે વડાપ્રધાન મોદીને રસપ્રદ વાત જણાવી હતી. તેમને વડાપ્રધાન મોદીને જણાવ્યું કે તેમને સ્કુલના દિવસમાં ગ્રેડ વન દરમિયાન એક શિક્ષક જેમનું નામ મિસેજ ઈબર્ટ હતું, તે ભણાવતા હતા.

આ પણ વાંચો: Pakistan Economy Crisis: અમીરોને પાકિસ્તાન કંગાળ લાગવા લાગ્યું, 10 લાખ લોકો દેશ છોડી થયા પલાયન

ફેરલે જણાવ્યું કે મિસેજ ઈબર્ટે તેમના જીવન પર ખુબ જ અસર પાડી છે. ડોને વડાપ્રધાન સાથે ચર્ચા દરમિયાન મિસેજ ઈબર્ટને તેમના શિક્ષણની સમગ્ર ક્રેડિટ આપી. વડાપ્રધાન મોદીએ આ ચર્ચાની ટ્વીટ કરતા લખ્યું ‘મિસેજ ઈબર્ટ તેમના પતિ અને તેમની દિકરી લિયોની, ભારતના ગોવાથી માઈગ્રેટ થઈ ઓસ્ટ્રેલિયાના એડિલેડ પહોંચ્યા હતા. આ વર્ષ 1950ની વાત છે. તેમને એડિલેડની એક સ્કુલમાં ભણાવવાનું શરૂ કર્યુ હતું. તેમની દિકરી ત્યારબાદ સાઉથ ઓસ્ટ્રેલિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર્સની અધ્યક્ષ બની.’

વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં આ વાત પર ખુશી વ્યક્ત કરતા લખ્યું ‘મને આ નાની વાત સાંભળીને ખુબ જ ખુશી થઈ, જે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયાની વચ્ચે રિચ કલ્ચરને કનેક્ટ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના શિક્ષકનો પ્રેમપૂર્વક ઉલ્લેખ કરે છે ત્યારે તે સાંભળવું પણ એટલું જ આનંદદાયક છે.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">