કોઈ પ્રકારના હુમલાને સહન કરીશું નહીં, હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલા પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આપ્યું નિવેદન

અલ્બનિઝે આગળ કહ્યું કે અમે તે સુનિશ્ચિત કરવા માટે અમારી પોલીસ અને અમારી સુરક્ષા એજન્સીઓના માધ્યમથી દરેક કાર્યવાહી કરીશું. તેમને કહ્યું અમે એક સહિષ્ણુ બહુસાંસ્કૃતિક રાષ્ટ્ર છીએ અને ભૂતકાળમાં હિન્દુ મંદિરો પર જે પ્રવૃતિઓ થઈ છે તેને ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્થાન નથી.

કોઈ પ્રકારના હુમલાને સહન કરીશું નહીં, હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલા પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આપ્યું નિવેદન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 6:22 PM

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે દેશ ધાર્મિક સ્થળોની વિરૂદ્ધ કોઈ પણ હુમલાને સહન કરશે નહીં, તેમને કહ્યું કે હિન્દુ મંદિરોની વિરૂદ્ધ આ પ્રકારની કાર્યવાહી માટે કોઈ જગ્યા નથી. અલ્બનીઝે કહ્યું કે ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે, જે લોકોની આસ્થાનું સન્માન કરે છે. અમે કોઈ પ્રકારના હુમલાને સહન કરીશું નહીં. જે અમે ધાર્મિક સ્થળો પર જોયા છે, તે પછી હિન્દુ મંદિર હોય, મસ્જિદ હોય કે ચર્ચ હોય. ઓસ્ટ્રેલિયામાં કટ્ટરતા માટે કોઈ સ્થાન નથી.

અલ્બનિઝે આગળ કહ્યું કે અમે તે સુનિશ્ચિત કરવા માટે અમારી પોલીસ અને અમારી સુરક્ષા એજન્સીઓના માધ્યમથી દરેક કાર્યવાહી કરીશું. તેમને કહ્યું અમે એક સહિષ્ણુ બહુસાંસ્કૃતિક રાષ્ટ્ર છીએ અને ભૂતકાળમાં હિન્દુ મંદિરો પર જે પ્રવૃતિઓ થઈ છે તેને ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્થાન નથી.

આ પણ વાંચો: News9 Plus World Exclusive: મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ 30 વર્ષ પછી પણ પહોંચની બહાર, પાકિસ્તાનમાં ફરે છે ખુલ્લેઆમ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

PM મોદીએ ઉઠાવ્યો ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો

જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને આશ્વાસન આપ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે પ્રાથમિકતા છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. તે સ્વાભાવિક છે કે આ સમાચાર ભારતના લોકોને ચિંતિત કરે છે.

મેલબર્ન, કેરમ ડાઉન્સમાં થયો હતો હિન્દુ મંદિરો પર હુમલો

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું હતું કે મેં આ વાત ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે શેયર કરી છે. તેમને આશ્વાસન આપ્યુ છે કે ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે એક વિશેષ પ્રાથમિકતા છે. જણાવી દઈએ કે માર્ચમાં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના કેરમ ડાઉન્સમાં શ્રી શિવ વિષ્ણુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ભારતની ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં પણ માન્ય રહેશે, PM અલ્બેનિસે કહ્યું- વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપશે

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે બુધવારે સાંજે જાહેરાત કરી હતી કે તેમના દેશ અને ભારત સરકારે ઓસ્ટ્રેલિયા-ભારત શૈક્ષણિક લાયકાત માન્યતા પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અલ્બેનીઝે એક કાર્યક્રમમાં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટી ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પસ સ્થાપશે. તેમણે કહ્યું કે અમારા દ્વિપક્ષીય શિક્ષણ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મને તમને જણાવતા આનંદ થાય છે કે અમે ઓસ્ટ્રેલિયા-ભારત એજ્યુકેશન ક્વોલિફિકેશન રેકગ્નિશન મિકેનિઝમને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">