Meghalaya : 96 વર્ષ પહેલા ATM ના શોધકનો જન્મ થયો હતો આ હોસ્પિટલમાં, આટલા વર્ષો બાદ અહી મુકવામાં આવ્યું ATM !

|

Aug 11, 2021 | 2:00 PM

શેફર્ડ બેરોને 1965 માં લોકોની સુવિધા માટે ATM ની શોધ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ATM ની શોધને 53 વર્ષ પુરા થયા છે. ત્યારે હોસ્પિટલની સ્થાપનાને આગામી વર્ષે 100 વર્ષ પૂર્ણ થશે. વહીવટીતંત્રની ઈચ્છા હતી કે, હોસ્પિટલમાં 100 વર્ષની ઉજવણી પહેલા એટીએમ લગાવવામાં આવે.

Meghalaya : 96 વર્ષ પહેલા ATM ના શોધકનો જન્મ થયો હતો આ હોસ્પિટલમાં, આટલા વર્ષો બાદ અહી મુકવામાં આવ્યું ATM !
Atm Machine

Follow us on

Meghalay : આજકાલ હોસ્પિટલોમાં એટીએમ (ATM) લગાવવું સામાન્ય બાબત છે. પરંતુ મેઘાલયની રાજધાની શિલોંગમાં ગોર્ડન રોબર્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એટીએમની શનિવારે સ્થાપના કરવામાં આવી. પરંતુ આ ઘટના હોસ્પિટલ માટે ખુબ જ ખાસ છે કારણ કે,આ હોસ્પિટલમાં એટીએમના શોધક શેફર્ડ બેરોનનો (Shepherd Baron) 96 વર્ષ પહેલા જન્મ થયો હતો.

શેફર્ડ બેરોને 1965 માં લોકોની સુવિધા માટે ATM ની શોધ કરી હતી. એટીએમની શોધને 53 વર્ષ થઈ ગયા છે, પરંતુ શિલોંગમાં ગોર્ડન રોબર્ટ હોસ્પિટલમાં (Gordon Robert Hospital) અત્યાર સુધી એટીએમ નહોતું. નવાઈની વાત તો એ છે કે, જ્યાં તેના શોધકનો જન્મ થયો હતો, ત્યાંજ ATM ની સુવિધા નહોતી. જોકે હોસ્પિટલ પ્રશાસનની (Hospital Administration) માગ પર હોસ્પિટલમાં એટીએમ લગાવવામાં આવ્યું છે.

હોસ્પિટલની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાના છે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હોસ્પિટલની સ્થાપનાને આગામી વર્ષે 100 વર્ષ પૂર્ણ થશે. આ સ્થિતિમાં વહીવટી તંત્રની ઈચ્છા હતી કે, હોસ્પિટલમાં 100 વર્ષની ઉજવણી પહેલા એટીએમ લગાવવામાં આવે. આ માટે હોસ્પિટલ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને (State Bank of India) લેખિત અરજી કરીને ATMની માગ કરી હતી.

SBIને એટીએમ સ્થાપવા માટે માગ કરવામાં આવી હતી

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે હોસ્પિટલમાં ATM સ્થાપના અંગે SBI બેંકનો આભાર માન્યો હતો, તેમણે જણાવ્યું કે, “હોસ્પિટલની શતાબ્દી પુરી થાય એ પહેલા, ATM ની શરૂઆત કરવા માટે અમે SBI ને વિનંતી કરી હતી”

મેઘાલય સરકારના રેકોર્ડ મુજબ, જ્હોન એડ્રિયન શેફર્ડ બેરોનનો જન્મ શિલોંગની ગોર્ડન રોબર્ટ હોસ્પિટલમાં થયો હતો. ઉપરાંત તે સમયે તેમના પિતા વિલ્ફ્રેડ શેફર્ડ બેરોન ચિટગાંવ પોર્ટ કમિશનરેટમાં મુખ્ય ઇજનેર (Engineer) તરીકે કાર્ય કરતા હતા.

એડ્રિયન શેફર્ડ બેરોનને વર્ષ 1965 માં એટીએમ મશીનનો વિચાર આવ્યો. બાદમાં તેમણે વર્ષ 1967 માં લંડનની (London) એક બેંકમાં પ્રથમ ATM સ્થાપિત કર્યુ હતું.

 

આ પણ વાંચો: કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીના મિશ્ર ડોઝના ક્લિનિકલ ટ્રાયલના અભ્યાસને DCGIએ આપી મંજૂરી -સૂત્ર

આ પણ વાંચો: Delhi: જંતર મંતર પર થયેલા ભડકાઉ નારેબાજી મામલે અશ્વિની ઉપાધ્યાય સહિત 4 લોકોની ધરપકડ, પોલીસ સ્ટેશનની બહાર લોકોનું વિરોધ પ્રદર્શન

Next Article