AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRCથી થશે 40 લાખ લોકોની જિંદગીનો નિર્ણય, અસમમાં ઠેર-ઠેર ચાંપતો બંદોબસ્ત

31 ઓગસ્ટના રોજ નેશનલ સિટિઝન રજિસ્ટર દ્વારા અંતિમ સૂચી બહાર પાડવામાં આવશે. જેમાં 40 લાખથી વધારે લોકોની જિંદગીનો ફેંસલો થશે કે એ લોકો ભારતીય છે કે નહીં. 30 જૂલાઈ, 2018ના રોજ એક એનઆરસી યાદી આવેલી તેમાં 2.9 કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો એટલે કે તેમને ભારતીય ગણવામાં આવ્યા. જેમાં 40 લાખ લોકોને છોડી દેવામાં આવ્યા […]

NRCથી થશે 40 લાખ લોકોની જિંદગીનો નિર્ણય, અસમમાં ઠેર-ઠેર ચાંપતો બંદોબસ્ત
| Updated on: Aug 30, 2019 | 6:04 PM
Share

31 ઓગસ્ટના રોજ નેશનલ સિટિઝન રજિસ્ટર દ્વારા અંતિમ સૂચી બહાર પાડવામાં આવશે. જેમાં 40 લાખથી વધારે લોકોની જિંદગીનો ફેંસલો થશે કે એ લોકો ભારતીય છે કે નહીં. 30 જૂલાઈ, 2018ના રોજ એક એનઆરસી યાદી આવેલી તેમાં 2.9 કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો એટલે કે તેમને ભારતીય ગણવામાં આવ્યા. જેમાં 40 લાખ લોકોને છોડી દેવામાં આવ્યા હતા અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. બાદમાં સૂચિ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી રહી હતી અને તેની જાહેરાત 31 ઓગસ્ટના દિવસે થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ખાસ કરીને અસમમાં ભારે વિવાદ ઉભો થઈ શકે અને હિંસાનું વાતાવરણ ઉભું થઈ શકે તેને લઈને વિશેષ સુરક્ષાનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અમુક સંવેદનશીલ વિસ્તારોમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો એનઆરસી મુસદ્દાને લઈને દ્રિધામાં કારણ કે આ મોટી જનસંખ્યામાં ભારતીય લોકોના નામ બાકી રહી જાય અને અન્ય લોકોના નામ ઉમેરાઈ જાય તેવી સંભાવના છે. એનઆરસી ભારતમાં અમુક સમયથી રહેતા લોકોને ભારતીય હોવાનું પ્રમાણ આપે છે જ્યારે અમુક લોકો અન્યત્રથી ભારતમાં ઘૂસણખોરી કરીને વસ્યાં હોય તેનું નામ ન પણ આવી શકે. ગઈ વખતે જે યાદી આવી તેમાં 40 લાખ લોકોને જે ભારતમાં હોવા છતાં ભારતીય ગણવામાં આવ્યા નહોતા અને તેને લઈને વિવાદ પણ વકર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સુનાવણી કરવામાં આવી રહી છે. 31 ઓગસ્ટના રોજ એક નવી યાદી બહાર પાડવામાં આવશે.

એનઆરસી શું છે? અસમ રાજ્યમાં ભારતીય અને કથિત રીતે બાંગ્લાદેશમાંથી આવેલા લોકો વચ્ચેની ભારતીય નાગરિક કોણ છે તેની આખી વાત છે. અસમમાં જે લોકો 1966 પહેલાં અસમમાં આવીને વસી ગયા છે તેને ભારતીય નાગરિક અસમ સિટિઝનશીપ એક્ટ મુજબ ગણવામાં આવે છે. જો તમે 1966થી લઈને 25 માર્ચ, 1971 સુધીમાં અસમમાં રહેવા આવ્યા હોય તો તમારા આવવાના 10 વર્ષ બાદ તમને ભારતના નાગરિકનો દરજ્જો આપવામાં આવશે. જો 1971 બાદ તમે ભારતમાં વસવાટ કરવા માટે આવ્યા હોય જે સમયે બાંગ્લાદેશ લિબરેશન વોરની શરુઆત થઈ તો તમને અવૈધ પ્રવાસી ગણીને પાછા મોકલવામાં આવશે.

જો તમે ભારતમાં પહેલાં આવીને વસવાટ કરેલો હોય તો તેના પૂરાવા આપવા પડશે અને તેની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી તેને એનઆરસી કહેવામાં આવે છે. માની લો કે કોઈનું નામ એનઆરસી લિસ્ટમાં નથી આવતું તો તેને સીધો જ વિદેશી નાગરિક ગણી લેવામાં આવશે નહીં પણ 120 જેટલાં દિવસનો સમય આપવામાં આવશે જેથી અન્ય પૂરાવા રજૂ કરી શકે છે કે કોર્ટમાં પડકાર ફેંકી શકે. જો સાબિતી ના મળી શકે તો પછી ફોરેન ટ્રિબ્યુનલ જે નિર્ણય લે તે અંતિમ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">