Assam floods : દેશના અન્ય રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જ્યારે આસામ પૂરથી બેહાલ, 7 જિલ્લાના 75,000 લોકો અસરગ્રસ્ત

|

May 16, 2022 | 8:27 AM

Assam floods: પૂરના પ્રકોપથી 222 ગામને અસર થઈ છે. જ્યારે 10321. 44 હેક્ટર જમીન ડૂબમાં ગઈ છે. તો પૂરના કારણે અત્યાર સુધીમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. અને આ આફતથી 202 ઘરને નુકસાન થયું છે.

Assam floods : દેશના અન્ય રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જ્યારે આસામ પૂરથી બેહાલ, 7 જિલ્લાના 75,000 લોકો અસરગ્રસ્ત
Assam floods

Follow us on

Assam floods: આસામમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં લશ્કર, અર્ધ સૈનિક દળો, એસડીઆરએફ (SDRF)અને ફાયર વિભાગ (FIRE)તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ (disaster management) વિભાગ દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હોઝઈ, લખીમપુર તથા નાગાંવ જિલ્લામાં સડક, પૂલ અને નહેરો ડૂબી ગઈ છે. ચોમાસા પહેલા  આસામમાં પૂરથી  લોકો બેહાલ થઈ ગયા છે, રાજ્યમાં શનિવારે વરસાદ થવાને પગલે દીમા હસાઓ જિલ્લાના 12 ગામમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની હતી. રાજ્યમાં હજી 18 મે સુધી વરસાદની શકયતા છે. પૂરના પ્રકોપથી 222 ગામને અસર થઈ છે. જ્યારે 10321. 44 હેક્ટર જમીન ડૂબમાં ગઈ છે. તો પૂરના કારણે અત્યાર સુધીમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. અને આ આફતથી 202 ઘરને નુકસાન થયું છે.

પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત અભિયાન

પૂર પ્રભાવિતવિસ્તારમાં સેના, અર્ધ સૈનિક દળો, એસડીઆરએફ અને ફાયર વિભાગ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા બચાવ અને રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. હોજઈ, લખીમપુરમ તેમજ નાગાંવ જિલ્લામાં સડકો, પૂર અને નહેરો ડૂબી ગઈ છે. શનિવારે સતત વરસાદ થવાને પગલે દીમા હસાઓ જિલ્લામાં 12 ગામ ભૂસ્ખલનનો બોગ બન્યા છએ. ભૂસ્ખલનને પરિણામે ઘણી જગ્યાઓ પર રેલ્વે ટ્રેકને પણ નુકસાન થયું છે. તો પહાડી વિસ્તારમાં સંચાર સેવાઓને પણ નુકસાન થયું છે.

ટ્રેન સેવાઓ પણ અસરગ્રસ્ત

લુમડિંગ ડિવિઝનમાં ઘણા સ્થાને પાણી ભરાયું છે. તેને જોતા ઉત્તરપૂર્વ ફ્રંટિયર રેલ્વેએ ટ્રેનના સંચાલન માટે ઘણા પરિવર્તન કર્યા છે. પૂર અને વરસાદને કારમે આ રૂટની બે ટ્રેન ફંસાઈ ગઈ છે આ ટ્રેનમાં 1400 મુસાફરો સવાર છે. આ મુસાફરોને વાયુ સેના, એનડીઆરએફ, અસમ રાઇફલ્સ તથાસ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

119 યાત્રિકોને કરવામાં આવ્યા એરલિફ્ટ

ડિટકચેરા સ્ટેશન પર ફસાયેલા 1,245 મુસાફરોને બદરપુર અને સિલચર લાવવામાં આવ્યા છે. જ્યારે 119 યાત્રિકોને એર લિફ્ટ કરીને સિલચર પહોચાડવામાં આવ્યા છે. રેલ્વેએ આ યાત્રિકો માટે ભોજન તેમજ પાણીની વ્યવસ્થા કરી હતી. હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં 18 મે સુધીવરસાદ થવાની શક્યતા છે.

દેશના અન્ય રાજ્યોમાં ગરમીનો પ્રકોપ

હાલમાં દેશના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દિલ્લી , ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ લોકો સહન કરી રહ્યા છે આ રાજ્યોના વિવિધ શહેરોમાં ગરમીનો પારો  44- 47 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જ્યારે બીજી તરફ આસામમાં લોકો પૂરથી બેહાલ બન્યા છે. ગરમીથી ત્રસ્ત બનેલા રાજયો આતુરતાથી વરસાદની જોઈ રહ્યા છે.

Next Article